આજ રોજ બોટાદ એ.પી.એમ.સી. દ્વારા ૬૦૦૦ હેલ્મેટનુ વિતરણ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના વરદ હસ્તે બોટાદ પાળીયાદ રોડ ખાતે આવેલ જુના માર્કેટીંગ યાર્ડમાં વિતરણ કરવામાં આવેલ. બોટાદ જીલ્લામાં વ્યવસાયની દ્રષ્ટીએ ખેતી પ્રથમ ક્રમે છે જેથી બોટાદ શહેર તેમજ આજુ-બાજુના ગામડાના ધરતીપુત્રો ખેત પેદાશના સાધનો તથા ખાતર/દવા લેવા અવાર-નવાર પોતાનુ વાહન લઇ બોટાદ શહેરમાં આવતા હોય જેથી બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા નાઓએ બોટાદ જુના માર્કેટીંગ યાર્ડ ખાતે એ.પી.એમ.સી. ના ચેરમેન ડી.એમ.પટેલ તથા સભ્યો સાથે મીટીંગ યોજી હેલ્મેટ પહેરવુ અને ટ્રાફીકના નીયમોનુ પાલન કરવુ એ પરીવાર અને કુટુંબની, રાજય અને દેશની સેવા ગણવા હાંકલ કરેલ અને ધરતીપુત્રોને પ્રોત્સાહિત કરી પહેલ કરવા આહવાન કરેલ. અને વાહન ચલાવવાનુ લાયન્સ ન હોય તેઓને તાલીમ આપી રજીસ્ટ્રેશન કરાવી ઝડપથી લાયસન્સ મળે તે માટે અંગત રસ લઇ પુરતા પ્રયાસ હાથ ધરેલ.
જેના ફળ સ્વરૂપે બોટાદ એ.પી.એમ.સી. દ્વારા ૬૦૦૦ હેલ્મેટની તમામ ખેડુતોને બોટાદ પાળીયાદ રોડ જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આજ રોજ ૧૦/૦૦ કલાકે વિતરણ કરેલ. જેમાં બહોળી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહેલ. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પ્રવચન આપી ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા અને લોકોમાં કાયદાની જન જાગૃતિ લાવવા, અમલવારી કરાવવા કાયદાનુ અમલીકરણ માત્ર નિયમ પુરતુ નહી, પણ જીવનદાન ગણાવી રાજ્ય અને દેશની સેવાના કામ સમાન ગણવા અપીલ કરેલ. તેમજ સહકારી ક્ષેત્રો, શૈક્ષણીક સંસ્થાઓ ,સામાજીક સંસ્થાઓ, સંગઠીત તેમજ અસંગઠીત ક્ષેત્રોને પણ પોતાના ક્ષેત્રમાં કામ કરતા તમામ કર્મચારીઓ પણ આ લોક ચળવળમાં જોડાઇ અને ટ્રાફીકના નિયમોનુ પાલન કરે તેવી અપીલ કરેલ આ તમામ ખેડુતોને બીરદાવી તેમાથી પ્રેરણા લઇ અન્ય ક્ષેત્રના કર્મચારીઓ પણ આ ઉમદા કાર્ય કરવા માટે જોડાય તેવી અપીલ કરેલ.