ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક યોજાઈ

527

ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજુ થયેલા વિકાસ કામ સહિતના ઠરાવ મુજુર કરવામાં આવ્યા હતાં.

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સભ્યો દ્વારા ઈમ્પ્રેસ હેડમાં વર્ષોથી બાકી ખેંચાતી મોટી રકમ અંગે સવાલ કરવામાં આવ્યાં હતાં. જો કે ઉપસ્થિત અધિકાીરઓ પાસે આ પ્રશ્નોનો સચોટ ઉતર ન હતો. આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં એસ્ટેટ વિભાગ દ્વારા વેપારીઓ સામે ગેરવર્તન, દિવાળીમાં પાણી વિતરણનો સમય વધારવા, કોમર્શિયલ કોમ્પલેક્ષના ગંદકીનો માહોલ, સિદસર ગ્રામમાં ડ્રેનેજની વ્યવસ્થા, વાહનવેરો સહિતના મુદ્દાઓ અંગે સભ્યોએ રજુઆત કરી હતી. આ બેઠકમાં રજુ થયેલ તમામ ઠરાવ ચર્ચા-વિચારણા બાજદ મંજુર કરવામાં આવ્યા હતાં.

Previous articleબોટાદ APMC દ્વારા ૬૦૦૦ હેલ્મેટનુ વિતરણ  એસ.પી.હર્ષદ મહેતા હસ્તે કરાયું
Next articleવૈધસભા દ્વારા ધનવન્તરી ભગવાનના પ્રાગટય દિવસની ઉજવણી કરાઈ