વૈધસભા દ્વારા ધનવન્તરી ભગવાનના પ્રાગટય દિવસની ઉજવણી કરાઈ

482

ભાવનગર જિલ્લા વૈદ્યાસભા દ્વારા આયુર્વેદ આધિષ્ઠાતા ધનવન્તરી ભગવાનના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  ધનવન્તરી જયંતિ નિમિત્તે શહેરના વાઘવાડી રોડ, સહકારીહાટ પાસે આવેલ આયુર્વેદ ઉદ્યાન-ધનવતીરી પાર્ક ખાતે ભગવાનનું ક્ષોડશીપચાર પુજન અભિષેક તથા વિશ્ણુ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુર્વેદ ડોકટરો  દ્વારા ધનવન્તરી ભગવાનનું પુજન તથા આરતી કરવામાં આવી હતી.  ધન્વતરી જયંતિની ઉજવણી અંગે ડો. શિતલબેન સોલંકી તથા ડો. રાજુભાઈ પાઠકે માહિતી આપી હતી. આ પ્રસંગે ભાવનગર સાંસદ ડો. ભારતીબેન શિયાળ તથા ધિરૂભાઈ શિયાળ દ્વારા ધન્વતરીનું પુજન અભિષેક કરાયું હતું. વૈદ્યસભાના હોદ્દેદારો તથા સભ્યો હાજર રહ્યાં હતાં અને ધર્મલાભ લીધો હતો.

Previous articleભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક યોજાઈ
Next articleશેરશાહ ફિલ્મમાં સિદ્ધાર્થ આર્મી ઓફિસર તરીકે છે