સિહોર જીઆઇડીસીમાં આવેલ સર્વિસ સ્ટે.માં માલસમાનની ચોરી

946
bvn1992017-2.jpg

સિહોર અને પંથકમાં એક પછી એક ચોરીની ઘટનાને તસ્કરો અંજામ આપી રહ્યા છે તંત્ર માત્ર તમાશો જોતું હોઈ એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે સમગ્ર પંથકમાં રોજબરોજ ચોરીની ઘટનાઓ બને છે અને રીતસર તસ્કરો પોલીસને પડકાર ફેકતા હોઈ એ રીતે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે સિહોરના નવાગામ કનિવાવ ખાતે રહેતા ભરતભાઈ મનુભાઈ પરમાર જેઓનું સર્વિસ સ્ટેશન સિહોર જીઆઇડીસીમાં રામફૂલ વાડી ફાર્મ નજીક ગતરાત્રીના અજાણ્યા શખ્સો ત્રાડકીને કમ્પ્રેસર સીંટેક્સ ટાંકો તેમજ પ્રેસરગન સહીત ચીજવસ્તુઓની ચોરી થવા પામી છે ઉલ્લેખનીય છે કે અહીં આ સર્વિસ સ્ટેશન હજુ થોડા દિવસ પહેલા જ શરૂ કરવામાં આવ્યું છે આ ઘટના અંગે પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી.

Previous articleહીંડોરડાના પુલમાં મોટુ ગાબડું પડ્યું
Next articleમહિલા આઈટીઆઈ દ્વારા પ્રદર્શન