‘હાઉસફૂલ-૪’ ફિલ્મે ધમાલ મચાવી, પ્રથમ દિવસે કરી રૂ. ૧૮.૫૦ કરોડની કમાણી

638

બોલિવૂડના ખેલાડી અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ હાઉસફૂલ ૪ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં અક્ષયકુમારની સાથે કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલાની નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને નિર્મિત છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા સહનિર્મિત છે.

આ ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન આવી ગયું છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ ફિલ્મ લોકોને ખુબ પસંદ પડી રહી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના જણાવ્યાં મુજબ હાઉસફૂલ ૪ ફિલ્મે પહેલા દિવસે કુલ ૧૮.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્રે જણાવવાનું કે આ સાથે જ ફિલ્મે એક નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. હકીકતમાં કમાણીના મામલે અત્યાર સુધી હાઉસફૂલ સિરીઝની આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બનીને ઊભરી છે.

Previous articleશેરશાહ ફિલ્મમાં સિદ્ધાર્થ આર્મી ઓફિસર તરીકે છે
Next articleઆલિયા ભટ્ટ અને રણબીર કપુરના લગ્નને લઇ તૈયારી