દેસાઈનગર વિસ્તારમાં લુખ્ખા-આવારા તત્વોનો ત્રાસ : ૧પ કારના કાચ ફોડ્યા

618
bvn2032018-10.jpg

ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવારા-લુખ્ખા તત્વોનો ત્રાસ વધતો ગયો છે. મારામારી, તોડફોડ, ધાકધમકી સહિતના બનાવો રોજબરોજ સાંભળવા મળે છે. આ આવારા તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ જેમ ફાવે તેમ શહેરમાં વર્તન કરે છે.
 જેમાં ગત મોડીરાતથી વહેલી સવાર દરમ્યાન શહેરના દેસાઈનગર પેટ્રોલપંપની પાછળ આવેલ સોસાયટીમાં પાર્ક કરેલ ૧પથી વધુ કારના કોઈ આવારા-લુખ્ખા તત્વોએ કોઈ કારણ વગર કાચ ફોડી નાખી નુકશાન પહોંચાડ્યું હતું. 
બનાવ અંગે મોડીસાંજ સુધી બોરતળાવ પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાવા પામી ન હતી.

Previous articleશહેરના ઓમ સેવાધામમાં રહેતા નિરાધાર ઈશ્વરભાઈની અંતિમયાત્રામાં લોકો જોડાયા
Next articleઆજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાશે