ભાઈબીજનાં દિવસે બીઆરટીએસ અને સીટી બસમાં મહિલાઓને ફ્રીમાં મુસાફરી

1365

ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓ વિનામુલ્યે મુસાફરી કરી શકશે. મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવાયું છે કે, રાજકોટ મનપા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપે છે.

તે જ રીતે આગામી ભાઈબીજ નિમિતે રાજકોટ મનપા સંચાલીત સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં તમામ મહિલાઓને આવન જાવન માટે વિનામુલ્યે મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ ફ્રી બસ સેવાનો લાભ લેવા બહેનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Previous articleજે લોકો બુટની દોરી પણ બાંધી શકતા નથી તે ધોની પર બોલી રહ્યા છે : કોચ શાસ્ત્રી
Next articleદેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી બદરીનાથ અને કેદરનાથના શરણે