આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાશે

1762
bvn2032018-11.jpg

આજરોજ ર૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિન ભાવનગર શહેર તથા જિલ્લામાં પક્ષી પ્રેમીઓ તથા સ્વયંસેવી સંગઠન દ્વારા ઘર આંગણે લુપ્ત થઈ રહેલ ચકલી સહિતના પક્ષીઓને બચાવવા સાથોસાથ માળા, પાણીના કુંડાનું વિતરણ કરી લોક જાગૃતિનો સંદેશ આપશે.આજકાલ આધુનિક્તાનો અતિરેક, ઔદ્યોગિકકરણ તથા અન્ય માનવસર્જીત ઉપદ્રવોના કારણે ઘરઆંગણે તથા મુક્તપણે વિહરતા પંખીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને ચકલીની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી હોય જેને લઈને વિશ્વ વ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ર૦ માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો-ડે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ચકલી દિન નિમિત્તે પક્ષી-પર્યાવરણપ્રેમીઓ દ્વારા લોકજાગૃતિ ઝુંબેશ સાથોસાથ માળનાથ ગ્રુપ-ભાવનગર અને અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પંખી માટેની પીવાના પાણીના કુંડા તથા ચકલીના માળાઓનું વિતરણ કરી ચકલી બચાવો સંદેશ લોકોમાં પ્રસાર કરશે.

Previous articleદેસાઈનગર વિસ્તારમાં લુખ્ખા-આવારા તત્વોનો ત્રાસ : ૧પ કારના કાચ ફોડ્યા
Next articleશહેરના વિકાસકામો ઝડપભેર પૂર્ણ કરવા તંત્રને મેયર નિમુબેનની તાકીદ