દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી બદરીનાથ અને કેદરનાથના શરણે

1340

મંદિરમાં દર્શન કરવા જતા ભાવિકોમાંથી ઘણા ભગવાનને યથા શક્તિ ભેટ ચઢાવવા માટે પૈસા મુકતા હોય છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સના માલિક કાળી ચૌદશના દિવસે દર્શન કરવા માટે બદરીનાથ અને કેદારનાથ પહોંચ્યા છે.મુકેશ અંબાણીએ પણ યથાશક્તિ ભેટ ચઢાવી છે.

તેમણે બદરીનાથ ધામને એક કરોડ રૂપિયા અને કેદારનાથ ધામને એક કરોડ એમ કુલ બે કરોડની ભેટ ચઢાવી છે. બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ મોહન પ્રસાદે કહ્યુ હતુ કે, બંને ધામમાં ચંદનની ક્યારેય અછત ના સર્જાય તે માટે કર્ણાટકમાં મુકેશ અંબાણી ચંદન વાટિકા પણ બનાવવાના છે.

મુકેશ અંબાણી શનિવારે સવારે નવ વાગ્યે બદરીનાથ ધામ પહોંચ્યા હતા.જ્યાં તેમણે ૧૫ મિનિટ પૂજા કરી હતી.એ પછી તેઓ કેદારનાથ પહોંચ્યા હતા.જ્યાં તેમણે બાબા કેદારનાથની પૂજા કરીને આશીર્વાદ લીધો હતો. મંદિર સમિતિના સભ્યોએ તેમનુ સ્વાગત કર્યુ હતુ.મુકેશ અંબાણીએ મંદિરમાં ભાવિકો માટેની વ્યવસ્થા અંગે પણ જાણકારી મેળવી હતી. મુકેશ અંબાણી દર વર્ષે બદરીનાથ ધામ આવે છે. ગત મે મહિનામાં પણ તેમણે ચંદન કેસર માટે આ બંને ધામને બે કરોડ રુપિયા આપ્યા હતા.

 

Previous articleભાઈબીજનાં દિવસે બીઆરટીએસ અને સીટી બસમાં મહિલાઓને ફ્રીમાં મુસાફરી
Next articleદિવાળીના દિવસોમાં સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા વધારાની સુવિધા અપાશે