દિવાળીએ રોશનીનું પર્વ કોઈના જીવનમાં અંધકાર ન બને તે માટે ૧૦૮ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે દર્દીઓને તકલીફ નહીં પડે તે માટે દિવાળીના દિવસોમાં વધારાના સ્ટાફ મુકવામાં આવશે. આ ઉપરાંત દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડતી વખતે કાળજી નહીં રાખે તો વિવિધ બીમારી નોતરી શકે એવું ડોક્ટરોએ કહ્યું છે.
સુરત ૧૦૮ના ઓફિસર ફૈયાઝખાન પઠાણે કહ્યું હતું કે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાં માર્ગ અકસ્માત પડી જવાના આંખમાં ઈજા થવાથી મારામારી આને દાઝી જવાના બનાવમાં સામાન્ય દિવસો કરતા વધી જતા હોય છે. જેમાં દિવાળી નવું વર્ષ અને ભાઈબીજના ત્રણ દિવસમાં ૧૦૮ એમ્બ્યુલન્સને મળતા કોની સંખ્યામાં ૨૦ થી ૨૫% વધારો થઈ જાય છે.
ચાલુ વર્ષે પણ શહેરમાં ૨૫ લોકેશન પર ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ તહેનાત રહેશે જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવાને લીધે અને સાવધાની નહીં રાખવાને લીધે અકસ્માતના બનાવો બનતા હોય છે. જેના કારણે ઘણી વખત મારામારી સુધી પહોંચી જતી હોય છે. જેથી આ તહેવારમાં ખાસ તકેદારી રાખવી અપીલ કરવા આવે છે.