ડુમસ દરિયા ગણેશ નજીક સવા અગિયાર વાગ્યા નજીક એક મહિલા તણાઈ રહી હતી. વૃધ્ધ મહિલાને બચાવવા સ્થાનિક નાવિકો મદદે દોડી આવ્યાં હતાં. જેમણે મહિલાને બહાર કાઢીને પોલીસને અને ૧૦૮ને જાણ કરી હતી. પોલીસ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં મહિલાએ દીકરા અને ગામના નામ જ માત્ર બોલીને રડી પડી હતી. હાલ પોલીસે વૃધ્ધાના પરિવારની શોધખોળ આદરી છે.
ડુમસના દરિયા કિનારેથી મળી આવેલા વૃધ્ધાએ પોતાનું નામ ગંગુબાઈ નાગરે અને પુત્રનું આશારામ જણાવ્યું હતું જ્યારે ગામનું નામ ગંધારી ગામ હોવાનું કહ્યાં બાદ રડી પડ્યા અને મૌન સેવ્યું હતું. મહિલા ડુમસમાં પ્રવાસીઓ પાસેથી ભીખ માંગીને દયનિય સ્થિતીમાં જીવન જીવતી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. પરિવાર અંગ પુછપરછમાં વૃધ્ધા રડી પડ્યાં હતાં. બાદમાં હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.