કામરેજમાં રહેતા એક જમીન દલાલ સાથે એક મહારાજે અઢી કરોડનો ચુનો ચોપડી દીધો હતો. જમીન દલાલને એક મહારાજે કહ્યું કે તમારા ઘરમાંથી ૩૬ મણ સોનું નીકળશે, અઢળક ધનની લાલચે જમીન દલાલ મહારાજની વાતોમાં આવી ગયા જેથી વિધિ માટે ચાર મિત્રોએ ભેગા મળીને ૨.૪૦ કરોડનું ૫ કિલો ૨૦૦ ગ્રામ સોનાના બિસ્કીટ ગુરૂ મહારાજ અને તેના શિષ્યને આપતા તેઓ લઈને જતાં રહેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
કામરેજ સવર્ણભૂમિ સોસાયટીમાં જગદીશ મનજીભાઈ સખવાડા રહે છે જેઓ જમીન દલાલીનુંકામ કરે છે. જગદીશ ચાર માસ અગાઉ સરથાણા જકાતનાકા અવધ વાઈસરોય ખાતે મિત્ર હરેશ પીપીળીયાની ઓફિસમાં અન્ય ચાર મિત્રો રાજેશ પ્રાગજી હીરા, દિપક પરષોતમ બાબરીયા, સંદીપ દેવજી ઈટાળીયા સાથે હતાં. તે સમયે રસિક મકવાણા તેની સાથે એક મહારાજને લઈને આવ્યા હતાં. રસિકે તમામ મિત્રોની સંજય શર્મા ઉર્ફે મહારાજ સાથે ઓળખ કરાવી હતી. સંજય મહારાજે જગદીશના ઘરમાં સોનાના ઘડા દટાયેલા હોવાનું દેખાતું હોવાનું કહ્યું હતું. આ ઘડા કાઢવા વિધી કરવી પડશે તેમ કહેતા તમામ મિત્રો તેની વાતમાં આવી ગયા હતાં.
તમામ મિત્રો સંજય મહારાની વાતમાં આવી ગયા બાદ સંજય મહારાજે સામાન લાવવાનું લિસ્ટ આપી ૮૦ હજાર રોકડા લઈ લીધા હતાં. બાદમાં ઘરમાં ખાડો ખોદાવીને પૂજા વિધિના નામે એક ફૂટ રૂમમાં ખાડો ખોજાવ્યો હતો. અને પૂજાવિધી કરીને રૂમને તાળું મારી દઈ સંજય મહારાજે તાળુ કોઈને ન ખોલવા સૂચના આપી હતી અને તાળુ ખોલશો તો બરબાદ થઈ જશો તેમ કહ્યું હતું.