ભાવનગર શહેરના વિકાસના મહાનગર પાલિકા હસ્તકના કેટલાંક મહત્વના કામો વિના વિલંબે ઝડપભેર કરી તેને પુર્ણ કરવા જાગૃત મેયર નિમુબેન બાંભણીયાએ વહિવટી તંત્રના મુખ્ય અધિકારી કમિશ્નર કોઠારી અને પદાધિકારીગણ સાથે વિગતે ચર્ચા વિચારણાઓ કરીને વિકાસ કામોમાં ગતિશીલતા લાવવા મેયરએ વહિવટી અધિકારીઓને તાકિદ કરી છે. મેયર નિમુબેન બાંભણીયાએ વહિવટી તંત્રના વડા કમિશ્નર અને પદાધિકારીગણ સાથે કેટલાંક વિકાસ કામો સંબંધે મહત્વપુર્ણ ચર્ચાઓ કરી હતી. મેયર નિમુબેનએ આજે શહેરના પીવાના પાણી પ્રશ્ને ચિંતા વ્યકત કરતા ઉનાળાના કપરા દિવસોમાં લોકોને પીવાનું પાણી સમયસર અને પુરતા પ્રમાણમાં મળી રહે તે તંતર દ્વારા કરાયેલ આયોજન પ્રક્રિયાને સર્વન બનાવી પાણીના આગોતરા આયોજન મુદ્દે કેટલીક મહત્વની ચર્ચા કરી હતી. મેયરે આવા કેટલાંક મુદ્દાઓમાં ઉનાળાના દિવસોમાં લોકોને પાણી જરૂરીયાત મુદ્દાની તેમે બે માસ અગાઉ તંત્રને કરેલી ટકોર બાબતે તેમણે કહયુ હતુ કે, ભાવનગર શહરેના લોકો પાણી પ્રશ્ને જેના પર આધારીત છે તે શેત્રુંજી ડેમ, મહિપરીએજ, નર્મદા અને બોરતળાવના પાણીના જથ્થા મુદ્દે પાણી સાટીની પણ પુછપરછ કરતા એમ પણ જણાવ્યુ હતુ કે મહિ, નર્મદાનું પાણી મળવામાં કોઈ રૂકાવટો ઉભી થાય તો તેના માટે તંત્ર દ્વાર કેવા પ્રકારનું આગોતરૂ આયોજન છે તેની વિગતોની તંત્ર પાસેથી જાણકારી માંગી હતી. આમ મેયરએ નગરજનોને પીવાના પાણીની કોઈ હરકત ઉભી ન થાય તે બાબતે તંત્રને વાકેફ કર્યુ હતુ.તેમણે ભાવનગરના રીંગ રોડનું કામ ઝડપભેર પુર્ણ કરવા ગંગા જળીયા તળાવ ખાલી કરાય રહયુ છે પરંતુ આ તળાવમાં પણ ઉનાળાના દિવસો દરમ્યાન તેમાં પણ પાણી જળવાય રહે જેથી આજુબાજુના કુવા ડંકીના તળો જળવાય અને આ પાણી પશુ પંખીઓ માટે પણ ઉપલબ્ધ રહે તેવી ધાર્મિક ભાવના પણ વ્યકત કરી છે. મેયરએ શહેરના રોડ રસ્તા વચચે ઝાડવાઓ વાવવામાં આવ્યા છે તેની સંપુર્ણ કાળજી લેવાય અને રસ્તા માટે આવા ઝાડો નગરની શોભા બની રહેવા જોઈએ તેમણે શહેરના વિકસના અધુરા કામો પણ ઝડપભેર પુર્ણ કરી દેવામાં આવે તેવી તંત્રને સલાહ આપી છે.
મેયરએ આજે તબ્બકાવાર અધિકારીગણ અને સરકારી અધિકારીઓની વિકાસ કામોની ચિંતા વ્યકત કરી આવા કામોની તંત્ર સાથે વિચાર વિમર્શ કરીને વિકાસ કામોની ઝડપ વધારવા રજુઆત કરી હતી.
મહાનગર સેવા સદનના વિકાસ કામોની અમારા ‘લોકસંસાર’ દૈનિકના પ્રતિનિધી ભુપત દાઠીયા સાથેની એક મુલાકાતમાં મેયરએ કેટલાંક મહત્વ પુર્ણ સવાલો અંગેની ટુંકી વાતચિતમાં આવી વિગતોનો ઉલ્લેખ કર્યો હતો.