વડાપ્રધાન મોદી અને હીરાબાની તસવીર રૂપિયા ૨૦ લાખમાં વેચાઈ

1259

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના માતા હીરાબાના આશીર્વાદ આપતી તસવીર ઈ-હરાજીમાં મૂકાઈ હતી. જેની શરુઆતની કીમત રુપિયા ૧,૦૦૦ હતી, પણ લેનારાઓમાં માતા-પુત્રનો પ્રેમ એવો અદૂભૂત વસ્યો કે તેની બેઝપ્રાઈસ બોલી વધતી વધતી લાખો રુપિયામાં પહોંચી અને અંતે એક ચાહકે તસવીર રુપિયા ૨૦,૦૦,૦૦૦માં ખરીદી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી અને હીરાબાની તસવીર ૨૦ લાખમાં વેચાઈ છે. માં દીકરાના પ્રેમની કેટલીક એવી તસવીરો સામે આવે છે જેને જ્યારે જોઇએ ત્યારે કંઇક નોંધવું પડે. વાત કરીએ આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબાનીપ તો દરેક ગુજરાતી જાણે છે કે આવી તસવીર વર્ષમાં એકવાર અચૂક જોવા મળે છે અને તેમની આશા પૂરી પણ થાય છે. જો કે વાત ફક્ત માતાના સ્નેહની જ ન રહે અને શોભા સાથે સત્કારની હોય તો આ માં દીકરાની તસવીર લાખો રુપિયા રળી શકે છે. વાત જાણે એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના માતા હીરાબાના આશીર્વાદ આપતી તસવીર ઈ-હરાજીમાં મૂકાઈ હતી. જેની શરુઆતની કીમત હતી રુપિયા ૧,૦૦૦ પણ લેનારના નયનોમાં માતાપુત્રનો પ્રેમ એવો અદૂભૂત વસ્યો કે તેની બેઝપ્રાઈસ બોલી વધતી વધતી લાખો રુપિયામાં પહોંચી અને અંતે એક ચાહકે તસવીર રુપિયા ૨૦,૦૦,૦૦૦માં ખરીદી. આપને જણાવીએ કે, વડાપ્રધાનને મળતી ભેટ સોગાદની ઈ-હરાજી થઈ હતી અને પીએમ નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેતી તસવીરના રુપિયા વીસ લાખ ઉપજ્યાં હોવાની માહિતી પીએમઓ દ્વારા આપવામાં આવી છે. સાથે જ ઈ-ઓક્શનમાં જેટલું પણ વેચાણ થયું છે તે રકમ ‘નમામિ ગંગે’ મિશન ઉપર ખર્ચ કરવામાં વપરાશે.

Previous articleદિવાળીને લઇ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની પડાપડી
Next articleક્યાર વાવાઝોડાની અસરના કારણે હવામાનમાં ફરી પલ્ટો