ગારિયાધાર ન.પા.ના નવા બિલ્ડીંગના નામકરણ મુદ્દે દલીત સમાજનો દેકારો

700
bvn2032018-1.jpg

ગારિયાધાર ન.પા.ના નવનિર્મિત બિલ્ડીંગને ડો.બાબાસાહેબ આંબેડકર ભવન નામ આપવાના ઠરાવને ભૂતકાળના દિવસોમાં કેટલાક સદસ્યો દ્વારા રદ્દ કરવામાં આવેલ જે મુદ્દે દલીત સમાજ આગેવાનો તથા ડો.બાબાસાહેબ આંબેડકર સમિતિના કાર્યકર્તાઓને માલુમ પડતા આજરોજ ન.પા. ખાતે વિશાળ સંખ્યામાં ન.પા.ના આ નગરસેવકો તેમજ અધિકારીઓ કે જેમના દ્વારા આ નામકરણનો વિરોધ કરવામાં આવેલ તેઓ વિરૂધ્ધ હોબાળો કરીને વિરોધ પ્રદર્શન કરીને ન.પા. કચેરીનો ઘેરાવ કરેલ.
જોકે મામલે જાણ થતા ગારિયાધાર ન.પા.ના અધિકારીઓ તેમજ નગરસેવકો દ્વારા આ મુદ્દો અને માંગણી સાચી હોય જેથી મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલ અને આગામી ૧૪ એપ્રિલના રોજ ડો.બાબાસાહેબની જન્મજયંતિના દિવસે આ બિલ્ડીંગનું ડો.બાબાસાહેબ આંબેડકર ભવન તરીકે નામકરણ કરવામાં આવશે તેવી ખાતરી મળતા વાતાવરણ શાંત થયેલ. જો કે આ મુદ્દે તાત્કાલિ( કાર્યવાહી કરવા વિરોધ પક્ષના નગરસેવકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલ અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ દ્વારા દેશના ઘડતર અને લગભગ તમામ સમાજને જે બંધારણીય લાભ તેમજ વિકાસનો જે સહકાર મળેલ તે મુદ્દે કોઈ રાજકારણ નહીં પરંતુ દેશના તમામ નાગરિકોને આ ગર્વની બાબત હોવાથી પક્ષાપક્ષી વિવાદ ભુલીને આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા હાકલ કરેલ. જો કે આ મુદ્દે કાર્યવાહીની ખાતરી મળતા વાતાવરણ શાંત પડેલ.

Previous articleપ્રોહિબીશનના ગુન્હામાં ફરાર ભોજપરાનો શખ્સ ઝડપાયો
Next articleહાદાનગરમાં ડાક ડમરૂ