મહુવાના ભદ્રોડ ગામે જુગાર રમતાં પાંચ જુગારીઓ ઝડપાયા

573

એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમી રહે હકિકત મળેલ કે ભાદ્રોડી નદીના સામા કાંઠે મુખીના વડલા નીચે જાહેર જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૫ ઇસમો ઇસમો જાહેરમાં પૈસા-પાના વતીતીન પતીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા મળી આવતા જેમા (૧) રમેશભાઇ સામતભાઇ મકવાણા ઉ.વ.-૩૯ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા (૨) ખોડાભાઇ મનુભાઇ મકવાણા ઉ.વ.-૩૬ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા (૩) મનુભાઇ રણછોડભાઇ ભીલ ઉ.વ.-૩૦ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા (૪) મનસુખભાઇ રામજીભાઇ ઉ.વ.-૪૯ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા  (૫) સાદીકભાઇ રસુલભાઇ કળદોરિયા ઉ.વ.-૩૭ રહે-ભાદ્રોડ ગામ તા-મહુવા વાળાઓને ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૧૯૬૪૦/- મળી કુલ કિ.રૂ. ૧૯૬૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleઅમરગઢ : ઉદ્યોગ સાહસિકતા માર્ગદર્શન
Next articleભડીયાદ ખાતે ઐતિહાસિક સબરતા સંમેલન યોજાશે