શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ ઢાળવાળા મેલડી માતાના મંદિરના ૧૮માં પાટોત્સવ નિમિત્તે ડાક ડમરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાવળદેવ જગદીશભાઈ અને રમેશભાઈ ચોગઠવાળાએ ડાકની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા.