મલાઈકા અરોડા માત્ર સોન્ગ અને કેમિયો સુધી  મર્યાદિત હશે

588

મુન્ની બદનામ હુઇ જેવા આઇટમ સોંગ કરીને તમામ ચાહકોને રોમાંચિત કરી દેનાર સેક્સી મલ્લિકા અરોડા હાલમાં કોઇ મોટી ભૂમિકા ધરાવતી ફિલ્મો કરી રહી નથી. જે તેના ચાહકો માટે નિરાશાજનક  સમાચાર છે. મલ્લિકાએ પોતે કહ્યુ છે કે તે હાલમાં માત્ર આઇટમ સોંગ અને કેમિયો સુધીજ તેની ભૂમિકાને મર્યાદિત રાખી રહી છે. અભિનેત્રી અને મોડલ મલ્લિકા અરોડાએ કહ્યુ છે કે  કે તે મોટી સ્ક્રીન પર હાલ નજર પડનાર નથી. સાથે સાથે તેની ભૂમિકા હવે મર્યાદિત થઇ ગઇ છે. મલ્લિકા હજુ  પણ જોરદાર ફિટનેસ અને ખુબસુરતી ધરાવે છે. તેનુ કહેવુ છે કે સંપૂર્ણ ફિલ્મમાં તેને રોલ કરવાની તક મળે તેમ તે માનતી નથી.  તે મોટા પરદા પર મેઇન અભિનેત્રી તરીકે કામ કરવાનુ ક્યારેય વિચારી રહી નથી. પહેલા પણ તે મુખ્ય અભિનેત્રી તરીકે સ્થાપિત થવા ઇચ્છુક ન હતી. તેનુ કહેવુ છે કે તે શરૂઆતથી જ બોલિવુડની ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા અમે કેમિયો કરવા માટે જ જાણીતી રહી છે. તમામ લોકો જાણે છે કે ટેલિવીઝન પર તે વધારે લોકપ્રિય થઇ ચુકી છે.તે રિયાલિટી શોનચ બલિયે, જરા નચ કે દિખા, ઝલક દિખ લા જા અને ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટમાં ભાગ લઇ ચુકી છે. તેનુ કહેવુ છે કે સારી પટકથા અને સારા શોના કારણે તે આ કાર્યક્રમ કરવા માટે આકર્ષિત થઇ હતી. મલ્લિકાએ અરબાજ સાથે પોતાના સંબંધની કોઇ વાત કરી નથી. તેની પાસે હાલમાં કેટલાક પ્રોજેક્ટ રહેલા છે. જો કે તે હાલ કોઇ ખુલાસો આને લઇને કરવા માંગતી નથી.  અરબાજ સાથે તેના સંબંધ તુટી ગયા બાદ મલ્લિકા મિડિયામાં પણ ભારે ચર્ચામાં રહી છે. જો કે તેમની વચ્ચે સંબંધ તુટવા માટેના કોઇ કારણ સપાટી પર આવ્યા નથી. હાલમાં અર્જુન કપુર સાથે તેના સંબંધોને લઇને ભારે ચર્ચા રહેલી છે.

Previous articleઆકર્ષક રોશનીથી શહેરમાં દિવાળીનો ઝળહળાટ
Next articleકંગનાએ વિદેશમાં ઉજવી દિવાળી