બોલર કસુન રંજીતાએ ચાર ઓવરમાં જ ૭૫ રન આપ્યા

684

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે એડિલેડમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં કસુન રંજીતા અન્યરીતે યાદ રાખવામાં આવશે. રંજીતાએ આ મેચમાં ૪ ઓવરમાં ૭૫ રન આપ્યા હતા. રંજીતા ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી મોંઘા સ્પેલ ફેંકનાર બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ તુર્કીના તુનાહન તુરનના નામ પર હતો. તુરને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચેકગણરાજ્યની સામે એક મેચમાં ૪ ઓવરમાં ૭૦ રન આપ્યા હતા. રંજીતાના ચાર ઓવરની ૧૩ બોલમાં ચોગ્ગા પડ્યા હતા. તેના સ્પેલમાં ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોએ સાત ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. રંજીતા માટે બોલરોની શરૂઆત સારી રહી ન હતી. તેઓએ પહેલી જ ઓવરમાં ૧૧ રન આપ્યા હતા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિન્ચે આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેના બીજા ઓવરમાં પણ રન બન્યા હતા. ડેવિડ વોર્નરે ધરખમ બેટિંગ કરી હતી. ત્રીજી ઓવરમાં ફિન્ચે છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના છેલ્લા ત્રણ બોલ પર વોર્નરે બે છગ્ગા અને છેલ્લા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં કુલ ૨૨ રન બન્યા હતા. તેમના બોલ પર ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેન દ્વારા જોરદાર પ્રહાર કરવામાં આવ્યા હતા. વોર્નરની સાથે સાથે મેક્સવેલે પણ તોફાની બેટિંગ કરી હતી અને બે છગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે આ મેચમાં ટી-૨૦માં સદી ફટકારી હતી. આની સાથે જ તેની આ પ્રથમ સદી હતી. ફિન્ચ અને મેક્સવેલે પણ ઝંઝાવતી બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડકી દીધો હતો અને શ્રીલંકા ઉપર પ્રથમ મેચમાં મોટી જીત મેળવી હતી. કસુને ચાર ઓવરમાં ૭૫ રન આપ્યા હતા આની સાથે જ તે સૌથી મોંઘો બોલર બન્યો છે.

Previous articleપ્રથમ ટ્‌વેન્ટીમાં શ્રીલંકા પર ઓસ્ટ્રેલિયાનો ભવ્ય વિજય
Next articleગુજરાત માટે રાહતઃ ‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું