વિધાનસભાના દ્વારેથી

741
new vidhansabha.jpg

રણોત્સવ-પતંગોત્સવ -નવરાત્રી ઉત્સવો પાછળ ૩૭.૮૩ કરોડ અને મહેમાનો પાછળ ૩.૯૧ કરોડ ખર્ચ 
રાજયમાં રણોત્સવ – પતંગોત્સવ અને નવરાત્રી મહોત્સવમાં છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચ કરાયો અને ઉકત સ્થિતિએ રાજય બહારના વિદેશી મહેમાનો માટે રહેવા, જમવા, ટ્રાન્સપોર્ટ સરભરા અને અન્ય કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો.  જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજયમાં રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવમાં કુલ ૩૭ કરોડ ૮૩ લાખ ૬૮ હજારનો ખર્ચ કરવામાં આવ્યો તથા મહેમાનોની સરભરા પાછળ રૂ. ૩ કરોડ ૯૧ લાખ ૧૩ હજારનો ખર્ચ કરવામાં આવ્ય્‌ છે. રણોત્સવમાં મહેમાનોની સરભરા માટે રૂ. ૭.૭૭ લાખ પતંગોત્સવમાં ૩૩૦ લાખ અને નવરાત્રી મહોત્સવમાં પ૩.૬૬ લાખ મળી કુલ ૩૯૧ લાખ ૧૩ હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. 
સાંતળી ડેમ ટોર્ચ લઈ શોધવાથી પણ મળતો નથી, સરકાર બતાવે 
અમરેલીમાં આ સાંતળી ડેમ ભરવા માટે સરકારે સૌની યોજનાના લીસ્ટમાં જણાવ્યુ છે તે સાંતળી ડેમ આવેલો કયાં છે ? ટોર્ચ લઈને હું શોધવા જઉ છું કે આ સાંતળી ડેમ છે કયાં અને કેવી રીતે ભરાશે ? એવું વીરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું અને સરકારને ચેલેન્જ કરી હતી કે ૧૦ હજાર કરોડમાંથી ૬ હજાર કરોડ તો વપરાઈ ગયા છે જયારે લીસ્ટના ૯૯ તળાવો/ ડેમો ભરવાના બાકી છે કેવી રીતે ભરાશે અને ભરવાના પત્રકમાં આવેલો આ સાંતળી ડેમ સરકાર પેટ્રોમેક્ષ આપે અને શોધવામાં મદદ કરે જેથી અમરેલીની પ્રજાને બતાવી શકુ કે સાંતળી ડેમ આ છે !!
પાટીદાર સહિતની બિન અનામતની જ્ઞાતિઓ માટે ર૦ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવે 
કોંગ્રેસના દંડક અમિત ચાવડાએ પાટીદાર સહિતની બિન અનામત જ્ઞાતિઓ માટે માંગ કરી હતી કે  પાટીદાર બ્રાહ્મણ તથા રાજપુત સહિત અન્ય બિન અનામત જ્ઞાતિના ઉમેદવારો પોતાની બિન અનામત જાતિઓ દ્વારા માંગણી કરાઈ  કે અમને પણ અનામત મળવી જોઈએ. તે માટે આંદોલન કરવા નિકળ્યા ત્યારે નિષ્ફળતા અને ખોટી જાતિવાળી આ સરકારે કેટલાય યુવાનો સામે કેસ, રાજદ્રોહ અને ૧૪ જેટલા યુવાનોને ગોળીઓ મારી તો કોંગ્રેસ તરફથી માંગણી કરું છું કે સરકારે શિક્ષણ તથા નોકરી માટે બિન અનામત જ્ઞાતિઓ માટે ર૦ ટકાની જોગવાઈ કરી બંધારણીય રીતે તેમને અધિકાર આપવો જોઈએ અને દરેક સમાજને ન્યાય આપી પુરતી ગ્રાન્ટ ફાળવવી જોઈએ. જરૂર લાગે ત્યારે ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે.
લઘુમતી શબ્દનો જ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે : પ્રવચનમાં શબ્દના ઉલ્લેખથી સંતોષ માનતી 
ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં લઘુમતી શબ્દનો ઉલ્લેખ રાજયપાલના પ્રવચનમાં ફકત થતો હતો તેવું જણાવ્યુ હતું અને કહ્યું હતું કે હવે તો લઘુમતી શબ્‌(દનો જ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે ગરીબો બધે જ છે. દરેક જ્ઞાતિમાં છે જે સ્વાવલંબન યોજના રૂ. ૧૦૦૦ કરોડ વાપરવામાં આવ્યા હતા વપરાયા માત્ર રૂ. ૩૦૦ કરોડ આ વખતના બજેટમાં કંઈ પણ ફાળવાયું નથી. લઘુમતી કે આદિવાસીને બંધારણીય ન્યાય મળે અને સમર્ગ જ્ઞાતિના ગરીબોને પણ ન્યાય મળવો જોઈએ. 
અશ્પૃશ્યતા મૂળ મુદ્દો છે : સામાજિક પ્રશ્ન છે : બધા પક્ષો કામ કરે છે પરંતુ ભેગા મળી કામ કરીએ
ગુજરાતી ફિલ્મના હીરો તથા ધારાસભ્ય હિતુ કનોડિયાએ બધી સરકારો કામ કરે છે પરંતુ મૂળ મુદ્દો અશ્પૃશ્યતાનો છે. આંકડાઓની રમત રમવા કરતાં આ સામાજિક મુદ્દે બધા ભેગામળીને કામ કરવું જોઈએ. સમાજમાં બધાના મનમાં નાંખી દેવામાં આવ્યુ છે તે દૂર કરવું એ એક સામાજિક કાર્ય – મુદ્દો છે. ગૃહમાં સમાજના ૧૩ જેટલા ધારાસભ્યો છે. ત્યારે સૌએ ભેગામળી કામ કરવું જોઈએ. અશ્પૃશ્યતા દૂર કરવી એનેજ મહત્વ આપવું જોઈએ.  કોંગ્રેસના અમીત ચાવડાએ ઓબીસી, એસસી, એસટી, અનુસુચિત જાતિ હોય પરંતુ બજેટમાં તેમની વસ્તીના ધોરણે બજેટ ફાળવાતું નથી સૌનો સાથ સૌનો વિકાસ કહેનારી સરકાર વિકાસના ફળ આપવામાં ઉણી ઉતરે છે. 
ભાવનગર જિલ્લામાં વીડીઓમાંથી ૮૪ લાખ કિ.ગ્રા. ઘાસ એકત્ર કરાયું પર લાખ કિ.ગ્રા.નો સંગ્રહ 
ભાવનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા જુદી જુદી વીડીઓમાંથી કેટલું ઘાસ એકત્ર કરવામાં આવ્યું. ૩૧ ડિસેમ્બરની સ્થિતિએ ઘાસનો પ્રશ્ન મહુવાના ધારાસભ્ય રાઘવજભાઈ મકવાણાએ ઉપસ્થિત કર્યો હતો અને તે પૈકી ઉકત સ્થિતિએ કેટલું ઘાસ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્ય્‌ ના જવાબમાં વન મંત્રીએ જણાવ્યું હતું કે ઉકત સ્થિતિએ વીડીઓમાંથી ૮૪ લાખ ૮૧ હજાર ૮૮૯ કિલો ઘાસ એકત્ર કરવામાં આવ્યું હતું. તે પૈકી ગોડાઉનમાં પર લાખ પપ હજાર ર૮૯ કિલો ઘાસનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 
તમારું ચાલતું હોય તો સરકારમાં બક્ષીપંચની ભરતી કરાવવી જોઈએ 
વિધાનસભામાં બોલતાં કુવરજીભાઈ બાવળીયાએ સરકાર બક્ષીપંચ વીસકતી જાતીની ભરતી ર૭ ટકા હોવા છતાં નહી કરવા ફીકસ પગારથી, કોન્ટ્રાકટથી કે આઉટસોર્સીંગથી ભરી દેવામાં આવે છે. પર ટકા વસતી હોવા છતાં સામી પાટલી બેઠેલા ધારાસભ્યોને અપીલ કરું છુ કે તમારું ચાલતુ હોય તો સરકારમાં બક્ષીપંચની ર૭ ટકા ભરતી સરકાર પાસે કરાવો કહી આકરા શબ્દોમાં રજુઆત કરી હતી. કેન્દ્ર સરકારે રકમ પુરતી નહીં ફાળવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર ગ્રાન્ટ આપે છે છતાં એકપણ રૂપિયો મળ્યો નથી. જિલ્લા કક્ષાએ નિરીક્ષકો જ નથી અમલવારી કોણ કરાવશે ?  મામલતદાર કક્ષાએ થતી કામગીરી જિલ્લામાં જવુ પડે છે એક ક્રિમીલેયર સર્ટીફિકેટ માટે જિલ્લામાં જવું પડે છે. સાયકલની હલકી ગુણવત્તાને કારણે કોઈ લેવા તૈયાર નથી. દિવ્યાંગોની વાત કરીએ છીએ પણ તેમાં રકમ ઘટાડાય છે.
ભાવનગર જિલ્લામાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો ૯ સંસ્થા ચલાવે છે
રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગડીયાએ ભાવનગર જિલ્લામાં વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કેટલી સ્વેચ્છિક સંસ્થાઓ ચલાવે છે એક વર્ષમાં ભાવનગર જિલ્લામાં કેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.  જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતું કે આવા કેન્દ્રો ૯ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવે છે અને છેલ્લા એક વર્ષમાં જિલ્લાના રર હજાર ૪પ૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. 

Previous articleપાલીતાણાનો મહિલાનો ઝેરી દવા પી આપઘાત
Next articleવાપીમાં નોટીફાઈડ હસ્તકની મિલકતવેરા પેટે રૂપિયા એક અબજનું ઉઘરાણું બાકી