સાબરમતી નદીમાંથી આજે સવારે ઓમ સિક્યોરિટી નામની એજન્સીના ગાર્ડનો મૃતદેહ ફાયરબ્રિગેડની ટીમને મળ્યો હતો. જ્યારે વિશાલા પાસે કેનાલમાં પેટ્રોલપંપ મેનેજરની લાશ મળી હતી. ફાયરને મેસેજ મળ્યો હતો કે વાસણા બેરેજ નજીક નદીમાં એક મૃતદેહ છે જેના આધારે તેઓએ ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી હતી.
વિશાલા નજીક કેનાલ નજીકથી એક લાશ મળી આવી છે. પેટ્રોલપંપના મેનેજરની લાશ હોવાનું બહાર આવ્યું છે.
કેનાલ નજીકથી બિનવારસી બાઈક મળી આવ્યું હતું. નારોલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.