સુરતમાં દિવાળી તહેવારોમાં દરેક વેપારીઓને ચાંદી જ ચાંદી થઇ છે ત્યારે એક જ્વેલર્સને દિવાળીએ જ દેવાળું ફૂંકાયું છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં શનિવારે સાંજના સમયે બંદૂકની અહિંએ લૂંટારુઓએ ૯૦ લાખ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી હતી. અને આશરે ચારથી પાંચ લૂંટારુઓએ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પુણા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથધી હતી.મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઇમાતા ચોકમાં વિધાતા જ્વેલર્સ આવેલું છે. શનિવારે સાંજના સુમારે ચારથી પાંચ જેટલા લૂંટારુઓ બુકાની બાંધી અને હેલમેટ પહેરીને હથિયાર સાથે વિધાતા જ્વેલર્સમાં ઘૂસ્યા હતા. અને બંદૂકની અહિંએ જ્વેલર્સમાં રહેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. દુકાનમાં હાજર વેપારીઓને બંદૂકની અણીએ ડરાવીને લૂંટ ચાવવાની સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારાં ચકચાર મચી ગઇ હતી. અને બીજા વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. વેપારીએ પોલીસને જાણ કરતા તાબડતોબ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સાથે એફએસએલની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.સીસીટીવીમાં દેખાય છે એમ ત્રણ યુવકો મોંઢા ઉપર રૂમાલ બાંધ્યો છે અને બે યુવકોએ માથે હેલ્મેટ પહેર્યું છે. આ લૂંટારુઓ દુકાનમાં પ્રવેશે છે અને વેપારીને બંદૂક બતાવીને ડરાવી દૂકનમાં રહેલા દાગીનાના બોક્સ એક થેલામાં ભરે છે. આ લૂંટારુઓને જાણે પોલીસનો ડર ન હોય એમ બિન્દાસ દાગીના લૂંટી થેલામાં ભરીને ત્યાંથી ફરાર થઇ ગાય હતા.
આ ઘટના બાદ પોલીસે ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં દોડાવી હતી.