એક તરફ તહેવારોનો માહોલ જામ્યો છે તો બીજી તરફ બે નંબરી ધંધા પણ વધવા લાગ્યા છે. ડ્રગ્સ સાથે બનતી ઘટના અને ગુનાખોરો બેફામ બન્યા છે. ગુજરાતમાંથી આ પહેલા પણ ઘણી જગ્યાએથી દારૂ અને ડ્રગ્સ ઝડપાયા છે. ત્યારે સુરતની ફરી બે શખ્સો ભારે ભરખમ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા.
સુરતમાં ટ્રેનમાંથી રૂ.૩.૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા સુરત તંત્રમા ખળભળાટ મચી ગયો હતો. ડીઆરઆઇની ટીમે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. રાજનાધી ટ્રેનમાં બે શખ્સો આ કારનામું કરતા હતા અને ઝડપી લેવાયા છે.
સુરત ડીઆરઆઇની ટીમે ટ્રેનમાંથી ડ્રગ્સ ઝડપ્યું છે અને આ ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો ૭.૫ કિલો હતો કે જેની બજારમાં કિંમત ૩.૫ કરોડ જેટલી થાય છે. આ ડ્રગ્સને લઈ શખ્સો રાજધાની ટ્રેનમાં હતા. આટલું ભારે જથ્થામાં ડ્રગ્સ દિલ્હીથી મુંબઈ લઇ જવાતું હતું.
જે બે શખ્સો ઝડપાયા એ હરિયાણાના રહેવાસી હતી અને તે મુંબઈ આ ડ્રગ્સને ડિલિવરી કરવાના હતાં. પરંતુ એ પહેલા સુરતમાં તેનું સુરસુરિયું થઈ ગયું અને જેલ ભેગા કરવામાં આવ્યા છે.