તા. ર૮-૧૦-૧૯ કારતક શુદ એકમનો પ્રારંભ સોમવારે સવારે ૯-૦૮ કલાકે થશે આ દિવસે સંધ્યા સમયે બલિરાજાનું પુજન કરી શકાય જે ઉત્તમ છે તે ઉપરાંત આ દિવસે ગોવર્ધન પુજન અને ભગવાનને અન્નકુટ એટલે કે પ૬ ભોગ ધરવાનું મહત્વ વધારે રહેલું છે. મંદિરોમાં ભગવાનને અન્નકુટ ધરવામાં આવશે. પોતાના ઘરમાં પણ ભગવાનને અન્નકુટ ધરાવી શકાય છે. નવા વર્ષ ગોવર્ધન પુજાનું મહત્વ શ્રીકૃષ્ણ ભગવાને ગોકુલમાં ઈન્દ્રની પુજાને બદલે ગોકુળવાશીઓને પાસે ગોવર્ધન પુજા કરાવી આથી ઈન્દ્રદેવ કોઈપાઈમાન થાય છે અને ગકુલમાં અનરાધાર વરસાદ વરસે છે. છતા પણ ભગવાનની કૃપાથી ગોકુળવાસીઓને કાય થતુ નથી અને ઈન્દ્ર પોતાની હાર માને છે ત્યારે બાદ ગોકુળવાસીઓ ગોર્વધન પુજા કરે છે અને ભગવાનને અન્નકુટ ધરે છે.
આ વર્ષે આવશે પુરૂષોત્તમ માસ અધિક આસો માસ તરીખે પુરૂષોત્તમ માસ આવશે.
કારતક સુદ બીજને મંગળવાર તા. ર૯-૧-૧૯ના દિવસે ભાઈબીજ છે. આ દિવસે બહેન યુમાનાજીના ઘરે ભાઈ યમરાજા જમવા ગયેલા અને બહેન યમુનાજીને તથા બધા જ ભાઈઓને વરસાદ આપેલુ કે આ દિવસે જે ભાઈ પોતાની બહેનની ઘરે ભોજન કરવા જશે તેને અપમૃત્યુ આવશે નહિ તથા જીવનના બધા જ સુખોની પ્રાપ્તી થશે આમ ભાઈ બીજના દિવસેબ પોરે ૧ર વાગે પેલા યુમના જળ ઘરના બધા જ લોકોએ ગ્રહણ કરી અને સૌપ્રથમ બહેને પોતાના ભાઈને જમાડવા.
શુક્રવારે લાભપાંચ ૧-૧૧-૧૯ દિવસે વ્યાપાર શરૂ કરવા ચોપડામાં મિતિ પુરવા માટેનો શુભદિવસ આવશે લાભ અમૃત ૮-૧૬ થી ૧૧-૦૬ છે.
– શાસ્ત્રી રાજદીપ જોષી