ઓમકાર સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને મિઠાઈ વિતરણ કરાયું

672

કમ્મરતોડ મોંઘવારીના યુગમાં ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારો રોશનીના પર્વ સમૂહ દીપાવલીના તહેવારનો ખરા અર્થમાં આનંદ માણી શકે તેવા ઉમદા હેતુથી શહેરની જાણીતી સેવાકીય સંસ્થા ઓમકાર સંસ્થા દ્વારા છેલ્લા ૨૧ વર્ષ થી દિવાળી ના દિવસે મંદિર, દેરાસર, હવેલી તેમજ ધાર્મિક સ્થાનની બહાર બેસેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવામાં આવે છે. ૨૧ વર્ષથી આદર્શ પરંપરા અનુસાર ઓમકાર સંસ્થાના ભાવિક પંડ્યા અને યશપાલ વ્યાસ દ્વારા દીપાવલી વર્ષને અનુલક્ષીને ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને મીઠાઈ અને ફરસાણ વિતરણ કરી લોકોને એક શીખ આપી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅક્ષરવાડી ખાતે યોજાશે૧ર૦૦થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકુટ