ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા આજે ભાવનગર વૃધ્ધાશ્રમ તેમજ આર્મી જવાનો તથા વિવિધ સંસ્થાઓએ તેમની સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. તેમજ વડિલોના આર્શીવાદ મેળવવા સાથે બાળાઓને કપડા, મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જીતુભાઈ વાઘાણી દ્વારા ભાવનગર વૃધ્ધાશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર યોજાયેલ કાર્યક્રમ મન કી બાત સાંભળ્યો. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો પણ જોડાયા હતાં.