ઘોઘા તાલુકાના કુડા ગામમાં ડૂબીને ગુમ થયેલ યુવાન ની લાશ આજ રોજ તળાજા તાલુકા ના મેથળા ગામ ના દરિયા કિનારે થી મળી આવી હતી
સલમાન યુનુષભાઈ મેમણ રહે.અમદાવાદ ૩ (ત્રણ)દિવસ પૂર્વે ઘોઘા તાલુકા ના કુડા ગામ ના દરિયામાં ન્હાવા ગયેલ તે દરમિયાન ઓટ ના સમયે તણાઈ ગયેલ હતો ત્યારે આજ રોજ તળાજા તાલુકા ના મેથળા ગામ ના દરિયા કિનારે થી તેની લાશ મળી આવી હતી ત્યારે પરિવારજનો એ લાશ ની ઓળખ કરી અને અલંગ મરીન પોલીસ સ્ટેશન અને દાઠા પોલીસ એ લાશ ને પી.એમ અર્થે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા હતી