સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું છે કે આ સરકાર ગરીબો, દલિતો, વંચિતોનાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેથી જ ગત વર્ષ કરતાં રૂા.૧૦૦૦ કરોડ વધુ ફાળવાયા છે.અનુસૂચિત જાતિનાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટેની ગણવેશ સહાય રૂા.૩૦૦માં વધારો કરી રૂા.૬૦૦ કરવામાં આવશે. આંતર જ્ઞાતિય લગ્ન સહાય અંતર્ગત રૂા.૫૦ હજારથી વધારી રૂા.૧ લાખ કરવામાં આવશે. જીઈમ્ઝ્ર, આર્થિક અને પછાત વર્ગો, લઘુમતી અને વિચરતી-વિમુક્ત જાતિનાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માસિક રૂા.૧૨૫ થી વધારીને રૂા.૪૦૦ એટલે કે ૨૨૦ ટકાનો વધારો કરાયો. જેનો ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની ૧૦૬૫.૩૫ કરોડ સહિત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે રૂા.૪૮૮૬.૦૫ કરોડ, આર્થિક પછાત વર્ગો સહિત બક્ષીપંચ જાતિ કલ્યાણ માટે રૂા.૧૮૩૬.૪૦ કરોડ અને સમાજ સુરક્ષા માટે રૂા.૭૩૫.૯૨ કરોડ મળી કુલ રૂા.૭૪૫૮.૪૪ કરોડની માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી છે. આ માંગણીઓ ગત વર્ષ કરતાં રૂા.૧૦૩૭.૧૨ કરોડ વધુ છે. કોર્ટ કેસથી નિકાલ સુધી ફરીયાદને મદદરૂપ થવા ૧૬ જિલ્લાઓમાં એકસ્કયલુઝીવ સ્પેશીયલ કોર્ટ અને ૨૭ ડેઝીગ્નેટેડ સ્પેશ્યલ કોર્ટ કુલ મળી ૪૩ ખાસ કોર્ટની રચના કરવામાં આવી છે. એટલું જ નહિં ફરિયાદને માર્ગદર્શન મળી રહે અને મદદરૂપ થવા ૪૫૯ કેસ ઓફિસરોની નિમણૂંક કરી છે.ખૂન-બળાત્કાર જેવા ગંભીર કેસોમાં ફરિયાદીને સરકારી વકીલની સેવા ઉપરાંત ખાનગી વકીલ રાખવા રૂા.૭૫૦૦૦ની સહાય યોજના અમલી બનાવી છે. અનુસૂચિત જાતિનાં કોઇપણ બાળક શિક્ષણની વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારે ખાસ તકેદારી રાખી છે. સમગ્ર ન્યાયનું સમગ્ર દેશમાં શ્રેષ્ઠ ઉદાહરણ સામાજિક સમરસતા સાથે ગુજરાતમાં ૬ સ્થળોએ બનેલા સમરસ છાત્રાલયો છે. આ સમરસ છાત્રાલયોમાં ૧૦,૫૦૦ વિદ્યાર્થીઓને ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. વર્ષે એક વિદ્યાર્થી દીઠ રૂા.૬૫,૦૦૦ ખર્ચ કરી દર વર્ષે રૂા.૬૮ કરોડનાં ખર્ચે ઉત્તમ વ્યવસ્થા આપવામાં આવી રહી છે. તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સંજોગોને લઇ શિક્ષણમાં મદદરૂપ થવા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ નાણાં મંત્રીએ રૂા.૯૦૭ કરોડ ફાળવ્યા છે. તેમાંથી અનુ.જાતિ, બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગો માટે અંદાજે ૫૮ લાખ વિદ્યાર્થીઓ માટે રૂા.૫૦૦ કરોડ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં હિસ્સામાં આવે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે દલિતો અને વંચિતો માટે જીવનભર કાર્યરત રહેનાર ડો.આંબેડકરની કાયમી સ્મૃતિ માટે ગુજરાતમાં ૧૮.૨૯ કરોડનાં ખર્ચે ૧૯ આંબેડકર ભવનો બનાવી દીધા છે. આ પરંપરાને ચાલુ રાખી દાહોદ, વ્યારા, વેરાવળ ખાતે રૂા.૫ કરોડનાં ખર્ચે વધુ ત્રણ નવા આંબેડકર ભવનો બાંધવામાં આવશે.
કુંવરબાઇનું મામેરૂ યોજના હેઠળ અનુસૂચિત જાતિની ૧૨ હજાર દિકરીઓનાં મામેરા માટે રૂા.૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. લઘુમતીઓ માટેનાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં રૂા.૫૧.૮૧ કરોડની જોગવાઇ સામે રૂા.૬૮.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહીરે અંદાજપત્રીય પરની ચર્ચામાં જણાવ્યુ હતુ કે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિઓ તેમજ લઘુમતીઓનાં વિકાસ માટે ચાલુ યોજના માટે રૂા.૧૧૪૯ કરોડ તેમજ નવી યોજના માટે રૂા.૬૮૬ કરોડ મળી ને કુલ-૧૮૩૬ કરોડની વધુ રકમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં બિન અનામત વર્ગોનાં અંદાજે ૫૮ જેટલી જ્ઞાતિઓનાં શૈક્ષણિક તથા આર્થિક રીતે નબળા કુટુંબો માટે રૂા.૫૦૬ કરોડની જોગવાઇ કરાઇ છે. જીઈમ્ઝ્ર હેઠળ આવતી વિવિધ ૧૪૬ જાતિઓનાં વિકાસ માટે અંદાજે રૂા.૧૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે,
બે વર્ષમાં ૧૧૦ સિંહોના મૃત્યુ : જેમાં ૭૧ સિંહ બાળ, ૭ સિંહ ૮ બાળસિંહના મૃત્યુ અકુદરતી
વિધાનસભામાં એશિયાના પ્રસિધ્ધ સિંહના મૃત્યુનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહ તથા દિપડાના મૃત્યુ થયા જેમાં બાળ કેટલા હતા અને કેટલાના મૃત્યુ અકુદરતી થયા તથા તે માટે સરકારે શું પગલાં ભર્યા છે.
જવાબમાં વનમંત્રીએ જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૧૧૦ સિંહોના મૃત્યુ થયા છે જયારે ૧૮૧ જેટલાં દિપડાના મૃત્યુ થયા છે. ઉકત સ્થિતિએ ૩૯ સિંહ તથા ૭૧ બાળસિંહના મૃત્યુ થયા છે. જયારે ૧રપ દિપડા અને પ૬ દિપડાના બચ્ચાના મૃત્યુ થયા છે.
અકુદરતી રીતે મૃત્યુ પામેલા સિંહની સંખ્યા ૭ અને બાળસિંહની સંખ્યા ૮ છે. જયારે ૩૯ દિપડાના મૃત્યુ અકુદરતી જયારે ૧૧ દિપડાના બચ્ચા અકુદરતી મૃત્યુ પામ્યા છે.
સરકારે ગીર નજીક આવેલા રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવાઓના ફરતે પેરાપેટ વોલ બનાવેલ છે. રેલવેમાં ચેઈલીંક ફેન્સીંગ કરેલ છે ગીર આજુબાજુના ગામોમાં વન્ય પ્રાણી મિત્રની નિમણૂંક કરી છે. અભ્યારણ્યમાં જાહેર માર્ગો ઉપર સ્પીડ બ્રેકર્સ મુકવામાં આવ્યા છે.
કોંગ્રેસ દરખાસ્ત પાછી ન ખેંચે તો પ્રથમ અધ્યક્ષ જેની સામે ગૃહમાં દરખાસ્ત આપશે
કોંગ્રેસ પાછી ન ખેંચે તો વિધાનસભાના અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત આજે ગૃહમાં આવશે. વિધાનસભાના નિયમોના નિયમો મુજબ ૧૦૩ ની દરખાસ્ત દાખલ – મળ્યેથી ૧૪ દિવસ બાદ ગૃહમાં આવે છે. કોંગ્રેસ દ્વારા આ દરખાસ્ત દાખલ કર્યાને ૧૪ દિવસ સામાન્ય રીતે ૧૪ વર્કીંગ દિવસ ગણાતા હોય છે તે પુરા થઈ જતાં આજે આ દરખાસ્ત ગૃહના કામકાજમાં સામેલ થાય તેવી પુરી શકયતા છે.