સગીરાના અપહરણના ગુન્હામાં આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ

606

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે દાઠા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પ્રવિણભાઇ છગનભાઇ ચૌહાણ જાતે કોળી ઉ.વ.:-૨૬ રહેવાસી- દયાળ ગામ, તા.મહુવા જી.ભાવનગર વાળાને બગદાણા ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા ત્રિભોવનભાઇ સોલંકી તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Previous articleતાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હિતમાં મગફળી-જણસીઓની ટેકાના ભાવે ખરીદી આગામી તા.૧૫ નવેમ્બર સુધી મોકુફ રખાશે : મુખ્યમંત્રીશ્રી
Next articleભાવનગર માં બોરતળાવ ખાતે છઠ નિમિતે ઉત્તર ભારતીય પરિવારો દવારા પૂજા