ગુજરાત પ્રદેશ પ્રમુખ પદેથી ભરતસિંહ સોલંકીએ રાષ્ટ્ર પ્રમુખ રાહુલ ગાંધીને આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં રાજયભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ચકચાર મચી જવા પામી છે. જો કે રાજીનામાના અલગ-અલગ કારણોની પણ પક્ષમાં જોરદાર ચર્ચાઓ થઈ રહી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી આજે ભરતસિંહ સોલંકીએ દિલ્હી ખાતે રાષ્ટ્ર પ્રમુખ રાહુલ ગાંધીના નિવાસે રાજીનામુ આપી દિધાના અને તેનો સ્વીકાર કરાયો હોવાના સમાચારથી કોંગ્રેસમાં ચકચાર મચી જવા પામી છે. જો કે ભરતસિંહ સોલંકીએ તાજેતરની રાજયસભાની ચૂંટણીમાં તેમને ટીકીટ ન આપતા રાજીનામું આપ્યું હોવાની જયારે કેટલીક વાતો એવી પણ ચર્ચાતી હતી કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર થઈ રહ્યા છે અને કેટલીક ચર્ચા એવી પણ થઈ રહી છે કે પણ તેઓ ત્રણેક મહિના માટે વિદેશ જવાના હોય રાજીનામું આપ્યું હોવાની વાતો કોંગ્રેસ પક્ષમાં ચર્ચાઈ રહી છે. હજુ સુધી રાજીનામું શા કારણે આપ્યું તેની ખરાઈ થઈ નથી. ં