મુંબઈ, તા. ૩
શેરબજારની દિશા નક્કી કરવામાં જુદા જુદા પરિબળોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી શકે છે. અમેરિકા-ચીન વચ્ચે વેપાર મંત્રણામાં પ્રગતિ, કમાણીના આંકડા, વધુ સુધારાને લઇને આશા વચ્ચે હાલમાં બજારમાં તેજીનો માહોલ રહેવાના સંકેત મળી રહ્યા છે. જા કે, મૂડીરોકાણકારો હાલમાં વધારે રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. આગામી સપ્તાહમાં કારોબારીઓ ત્રિમાસિક ગાળાના પરિણામો ઉપર ખાસ નજર રાખશે જેમાં ભારતની પાંચમી સૌથી વેલ્યુડ કંપની એચડીએફસી સહિતના ત્રિમાસિક ગાળાના પરિણામો જારી કરવામાં આવશે. થાઈલેન્ડમાં ક્ષેત્રિય સહકાર આર્થિક ભાગીદારીની બેઠક પણ યોજાઈ રહી છે. ઉપરાંત વેપાર મંત્રણા તથા ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા ઘટનાક્રમની બજાર ઉપર સીધી અસર રહેશે. બજાર ઉપર જે પરિબળોની અસર રહેનાર છે તેમાં આવતીકાલે સોમવારના દિવસે ૧૬ દેશોના પ્રતિનિધિઓની થાઈલેન્ડમાં મળનારી બેઠક અને તેના પરિણામો ઉપર નજર રહેશે. સાત વર્ષ સુધી વેપાર મંત્રણા ચાલ્યા બાદ તેના પરિણામ જાહેર કરવામાં આવશે. ભારત પણ આમા મુખ્ય પ્રતિનિધિ તરીકે છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ભારતની ભૂમિકા આમા નિર્ણાયક રહી શકે છે. આ ઉપરાંત ત્રિમાસિકગાળાના કમાણીના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. આવતીકાલે સોમવારના દિવસે એચડીએફસીના આંકડા જારી કરાશે ત્યારબાદ મંગળવારના દિવસે અપોલો ટાયર, ડાબર, જિંદાલ સ્ટીલ, પીએનબી, ટેક મહિન્દ્રા, ટાઇટનના આંકડા જારી કરાશે. બુધવારના દિવસે ઇÂન્ડયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, લ્યુપિન, તાતા સ્ટીલ દ્વારા તેમના આંકડા જારી કરવામાં આવનાર છે. ગુરુવારના દિવસે બીપીસીએલના આંકડા જારી કરાશે. શુક્રવારે અશોક લેલેન્ડ અને એમએન્ડએમના આંકડા જારી થશે. નેસ્લે ઇÂન્ડયા દ્વારા પણ તેના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઓઇલ ઇÂન્ડયા દ્વારા પણ આંકડા જારી કરવામાં આવનાર છે. છેલ્લા સપ્તાહમાં વિદેશી મૂડીરોકાણકારો દ્વારા એકલા ઇÂક્વટી માર્કેટમાં ૧૦૬૯૬ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા સપ્તાહમાં નિફ્ટી ૨.૭૨ ટકાના સાપ્તાહિક ઉછાળા સાથે અને સેંસેક્સ ૨.૮૨ ટકાના સાપ્તાહિક ઉછાળા સાથે બંધ રહ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણા, ઇંગ્લેન્ડમાં ઘટનાક્રમ ઉપર નજર રાખવામાં આવી રહી છે. યુરોપિયન દેશો અને યુરોપિયન યુનિયન દ્વારા આવતીકાલે સોમવારના દિવસે પીએમઆઈના આંકડા જારી કરવામાં આવનાર છે. આ સપ્તાહમાં અન્ય ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેનાર છે.