પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરાવતા મહાવિદ્યાલયના નૂતન ભવનનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો
બોટાદ જીલ્લાનું વિશ્વવિખ્યાત યાત્રાધામ અને તીર્થધામ એવા સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદીર ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી આજરોજ તા.૩.૧૧.૨૦૧૯ ના રોજ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ મહા વિદ્યાલયમાં B.A,M.A,P.H.D નિ:શુલ્ક અભ્યાસ કરાવવામાં આવશે.આ પ્રસંગે 3 યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર સાથે મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્કૃત ભાષાને સર્વે ભાષાઓની જનનીની ઉપમા આપવામાં આવી છે. આ પ્રાચીન ભાષાના જતન અને સંવર્ધન માટે BAPS સંસ્થા સદૈવ કાર્યરત છે. તે હેતુસર પ્રમુખસ્વામી મહારાજે પોતે કાળજી લઈને સંસ્કૃતક્ષેત્રમાં ઉચ્ચ પ્રદાનો આપી શકે એવા વિદ્વાનોની ભેટ સમાજને આપી હતી. તેની સાથે જ સંસ્કૃત અભ્યાસ માટે સુવિધા સંપન્ન સંકુલનું નિર્માણ થાય તેવો તેઓનો સંકલ્પ હતો. જેના બીજ તેઓએ સન્ 2013માં સારંગપુર ખાતે સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરીને નાંખ્યા હતા. થોડાક જ વર્ષમાં આ બીજમાંથી વટવૃક્ષ બનેલા સંસ્કૃત મહાવિદ્યાલયના વિશાળ ભવનનું લોકાર્પણ આજરોજ સારંગપુર ખાતે સંપન્ન થયું હતુ.ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન આ મહાવિદ્યાલયમાં સંસ્કૃત માધ્યમ સાથે અનેકવિધ અભ્યાસક્રમો ચાલે છે. જેમાં ભારત ઉપરાંત યુરોપ અને અમેરિકાના NRI વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.અનેકવિધ વિશેષતા ધરાવતા BAPS સંસ્કૃત મહાવિદ્યાલયનું નૂતન ભવન પ્રાચીન ગુરુકુળની સંયમ તેમજ પવિત્રતાસભર જીવનશૈલી સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધતું, વિદ્યાની સાધના માટેનું સંપૂર્ણ પર્યાવરણ પૂરું પાડે છે. વર્ગખંડ ઉપરાંત, વિશાળ લાઈબ્રેરી, કોમ્પ પણ આવેલ છે..