આજે વિશ્વ ચકલી દિન : ચકલીઓને બચાવવા પક્ષી પ્રેમીઓની કવાયત

1627
gandhi2132018-3.jpg

ગાંધીનગર આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે માત્ર ચિત્રોમાં જોવા મળતી ચકલીઓ નાશઃ પ્રાય થઇ રહી છે. ચકલીઓ શોધતા શોધતા થાકી જાવ તો એકાદ મળી આવે છે. પર્યાવરણ અને પશુ-પક્ષીઓના હિત માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા આજે ચકલી દિવસની મહત્વ સમજાવતા કાર્યક્રમો યોજાશે. જેમાં માળા અને કુંડાનું વિતરણ કરીને ચકલીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. શહેરમાં સ્વૈચ્છીક સંસ્થા દ્વારા માળાનું વિતરણ બલરામ મંદિર, સવારે ૮થી ૧૦, બલરામ મંદિર સેકટર ૧૨ ખાતે કરાશે. 
માત્ર ચિત્રોમાં જોવા મળતી ચકલીઓ નાશઃ પ્રાય થઇ રહી છે. ચકલીઓ શોધતા શોધતા થાકી જાવ તો એકાદ મળી આવે છે. પર્યાવરણ અને પશુ-પક્ષીઓના હિત માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા આજે ચકલી દિવસની મહત્વ સમજાવતા કાર્યક્રમો યોજાશે. જેમાં માળા અને કુંડાનું વિતરણ કરીને ચકલીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. શહેરમાં સ્વૈચ્છીક સંસ્થા દ્વારા માળાનું વિતરણ બલરામ મંદિર, સવારે ૮થી ૧૦, બલરામ મંદિર સેકટર ૧૨ ખાતે કરાશે. 
વિશ્વ સામે આજે અનેક પર્યાવરણીય સમસ્યાઓ ઉભી થઇ છે. જેમાં અનેક પશુ અને પક્ષીઓ નામશેષ થઇ રહ્યા છે. ચકલી કુળના અનેક પક્ષીઓની પેઢીઓ નાશઃપ્રાય થવાને આરે છે. જંતુનાશક દવાઓ મિશ્રીત અનાજ અને પર્યાવરણની પ્રતિકુળતાના પગલે ચકલીઓનો નાશ થઇ રહ્યો છે. ત્યારે ભારતની નેચરલ ફોરેસ્ટ સોસાયટી દ્વારા વિશ્વ ચકલી દિવસે જાગૃતિ કાર્યક્રમ ચલાવાય છે. જે અંતર્ગત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ ચકલી દિવસે ચકલીના માળા બનાવવાનો વર્કશોપ તારીખ ૨૦મી માર્ચને મંગળવારે સેકટર ૫ ખાતેની પ્રેરણા વિદ્યાલય ખાતે યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના હાથેથી પુંઠાની મદદથી ચકલીના માળા બનાવશે.નિસર્ગ સાયન્સ સેન્ટરના અનિલભાઇ પટેલે કહ્યુ હતું કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિમેન્ટના પાકા મકાનો બની ગયા છે. જેથી ચકલીના આશ્રય સ્થાન છીનવાઇ ગયા છે. પહેલાના સમયમાં માટીના અને લાકડાના બનાવેલા મકાનમાં ચકલી ઘર બનાવતી હતી. પરંતુ હવે તેવુ જોવા મળતું નથી. ત્યારે નાગરિકો ચકલીના માળા પોતાના ઘરે લગાવે, ચકલી માટેના કુંડા મુકે તેવા આશયથી વિશ્વ ચકલી દિવસનું ઉજવણી કરવામાં આવે છે. નિસર્ગ સાયન્સ સેન્ટર આયોજિત કાર્યક્રમમાં બાળકો ચકલીના વિવિધ માળા બનાવશે. તેમાં વિવિધ રંગો પુરીને અને તેમાં વિવિધ સુત્રો લખીને ચકલી બચાવવાનો પ્રયાસ કરશે.અને આ રીતે એક નવતર પ્રયોગ રીતે તેમાં પહેલ કરવામા આવશે. 

Previous articleગુજરાત પ્રદેશ પ્રમુખ પદેથી ભરતસિંહ સોલંકીનું રાજીનામુ
Next articleગાંધીનગર જિલ્લાના જમીયતપુરા ખાતે સરકારી આર્યુવેદ દવાખાનાના નવીન મકાનનું લોકાર્પણ