શહેર ના મોતીબાગ ટાઉનહૉલ ખાતે આવેલા આધારકાર્ડ સેન્ટર માં આજે સવારે 4-5 શખ્સો એ આવી ને વારો લેવાની માથાકૂટ કરી ને કર્મચારી ને માર મારતા કર્મચારી ને 108 મારફતે સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયો હતો.
શહેર ના મોતીબાગ ટાઉનહૉલ ખાતે બનાવાયેલા આધારકાર્ડ સેન્ટર માં નવાકાર્ડ કઢાવવા તેમજ સુધાર-વધારા કરવા માટેની કામગીરી કરવામાં આવે છે. ત્યારે આજ સવારના સમયે 4 -5 જેટલા શકશો આધારકાર્ડની કામગીરી માટે આવ્યા હતા અને દરવાજો ખખડાવી દેકારો મચાવેલ ત્યારે કર્મચારી અસ્વીન બાબુભાઇ બાંભણીયા એ દરવાજો ખોલતા બહાર રહેલા લોકો એ અસ્વીન ઉપર હુમલો કર્યો હતો અને માર મારી ચશ્માં તોડવા ઉપરાંત દરવાજો ને પણ નુકસાન કરી ને નાસી છૂટીયા હતા. આ બનાવ બાદ તુરંત ઇજાગ્રસ્ત અસ્વીન ને 108 મારફતે સર ટી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયો હતો.