ગુજરાતમાં આર્યુવેદ ચિકિત્સાનો વ્યાપ વધતો જાય છે ત્યારે ગુજરાતમાં ૫૪૫ જેટલા આર્યુવેદ દવાખાનાઓમાં ૫૭૫ જેટલાં મેડીકલ ઓફીસરો સેવાઓ બજાવે છે તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના જમીયતપુરા ગામે રૂ. ૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલ સરકારી આર્યુવેદ દવાખાનાના નવીન મકાનનું લોકાર્પણ અને ગુજરાતમાં સૌ પ્રથમ આર્યુવેદીય જીવનશૈલી માર્ગદર્શન કેન્દ્દનું ઉદઘાટન કર્યા બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતુ કે ગાંધીનગર જિલ્લામાં ૧૭ જેટલા આર્યુવેદ દવાખાનાઓ કાર્યરત છે. આર્યુવેદ એ વિશ્વનું સૌથી પ્રાચીન ચિકિત્સા શાસ્ત્ર છે. અગ્નિકર્મ અને જાલંધર બંધ જેવી પધ્ધતિઓ ખૂબ જ સરળ, અકસીર અને તાત્કાલીક લાભકારક પુરવાર થઇ છે.
જમીયતપુરા ખાતે મેગા નિઃશુલ્ક આર્યુવેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પની મંત્રશ્રી કિશોર કાનાણી અને ધારાસભ્ય શંભુજી ઠાકોરે મુલાકાત લઇ દર્દીઓને આપવામાં આવનાર વિવિધ સારવાર પધ્ધતિ નિહાળી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ, આર્યુવેદ નિયામક દિનેશચંદ્દ પંડયાએ આ નિઃશુલ્ક આર્યુવેદ મેગા કેમ્પમાં અગ્નિકર્મ, જાલંધર બંધથી હાલતા દાંત પાડવા, મધુમેહ (ડાયાબીટીસ), મેદસ્વીપણુ, વંધ્યત્વ નિવારણ વગેરે સારવાર માટે તજજ્ઞ વૈદ્ય દ્વારા અપાતી સારવાર નિહાળી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા આર્યુવેદ અધિકારી ભાવનાબેન પટેલે જણાવ્યું હતુ કે ગાંધીનગર સે – ૭ના આર્યુવેદ દવાખાનામાં દર ગુરૂવારે વંધત્વ નિવારણ સારવાર આપવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષમાં ૧૩૦ જેટલા દર્દીઓને લાભ આપી ૪૦ દંપતીઓને આ સારવારમાં સફળતા મળી છે. દર બુધવારે ઓબેસીટી માટે સે – ૭ ખાતે અને દર ગુરૂવારે સીવીલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ડાયાબીટીશ માટે ખાસ તબીબી સારવાર આપવામાં આવે છે.
Home Gujarat Gandhinagar ગાંધીનગર જિલ્લાના જમીયતપુરા ખાતે સરકારી આર્યુવેદ દવાખાનાના નવીન મકાનનું લોકાર્પણ