શહેર ભાજપા દવારા સેતુ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન યોજાયું

456

ભારતીય જનતા પાર્ટી ભાવનગર દવારા નવા વર્ષના પ્રારંભે સ્નેહમિલન કાર્યક્રમ સેતુ પાર્ટી પ્લોટ, ઈસ્કોન મોલ પાસે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી ને શરૂ કરવામાં આવ્યો હતો જેમાં ભાવનગર ખાતે ગુજરાત પ્રદેશ અદયક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાધાણી દવારા સંતો-મહંતો ને સાલ ઓઢાડી ને સન્માનિત કરાયા હતા.સાંસદ ભારતીબેન શિયાળ, શહેર અદયક્ષ સનતભાઇ મોદી, મેયર મનભા મોરી ડે.મેયર અશોકભાઈ, સ્ટેન્ડીગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ,પુર્વ. મેયર નિમુબેન બાંભણીયા,વનરાજસિંહ,રાજુભાઇ બાંભણીયા,મહેશભાઈ રાવળ,તથા કોર્પોરેટર ભાઈઓ-બહેનો,ચેમ્બર પ્રમખ સુનિલભાઈ વડોદરિયા,ગીરીશભાઈ શાહ,ગીરીશભાઈ વાઘણી, સંતો-મહંતો સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહિયા હતા… આ અંગે માહિતી આપતા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી એ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓમાં પારિવારીક ભાવના મજબુત બને કાર્યકર્તાઓ પરસ્પર એકબીજાને નુતનવર્ષના અભિનંદન પાઠવી શકે અને નવાવર્ષની શુભેચ્છાઓ આદાન-પ્રદાન કરી શકે એ માટે સ્નેહમિલન કાર્યક્રમની ભારતીય જનતા પાર્ટીની દર વર્ષની પરંપરા રહી છે.આ સ્નેહમિલન કાર્યક્રમ માં કાર્યકર્તાઓ, શુભેચ્છકો,સામાજીક આગેવાનો, શહેરના ગણમાન્ય નાગરિકો, વેપારીઓ, મહાજન, સોસાયટી કે વિસ્તાર ના આગેવાનો વગેરે લોકો મોટી સંખ્યામાં માં જોડાયા હતા. ભાજપ દવારા વિકલાંગ બાળકો ને વોકર આપી ને સેવા કીય પ્રવર્તી કરવામાં આવે છે. કાર્યક્રમ ને સફળ બનાવવા શહેર સંગઠન ના પદાધિકારીઓ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleઆધારકાર્ડ સેન્ટર માં કર્મચારી ને મારમારતા સર ટી હોસ્પિટલ ખસેડાયો
Next articleશહેર ભાજપા દવારા સેતુ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન યોજાયું