ભાવનગરમાં જિલ્લા લેવલની સ્પોન્સરશીપ અને ફોસ્ટર કેર એપ્રુવલ કમીટીના અધ્યક્ષ વ. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી. એસ. શાહ સાહેબની મંજૂરી તેમજ બાળ કલ્યાણ સમિતિ-ભાવનગર ના આદેશથી અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન ગાંધીનગર તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમનાં સહયોગથી ભાવનગરમાં ચાલતું ગૃપ ફોસ્ટર કેર રેઇન્બો ફાઉન્ડેશન ભાવનગર શહેરના છેવાડાના વિસ્તાર રૂવાપરી રોડ, બોબીન ફેક્ટરી પાછળ, મહાકાળી વસાહતનગર, ભાવનગર માં છેલ્લા છ વર્ષથી સતત જરૂરિયાતમંદ લોકોની વચ્ચે રહી ૧૦૦ થી વધારે બાળકોને શિક્ષણ આપી રહ્યું છે. દાતાશ્રીઓના સહયોગથી તમામ બાળકોના શિક્ષણ (શૈક્ષણિક-કિટ, નોટબુક, કંપાસ, યુનિફોર્મ, સાયકલ, પોષ્ટિક આહાર) તથા આરોગ્ય નો ખર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અહિયા બાળકોમાં શિક્ષણનું સ્તર ખુબ જ ઓછું છે. ડ્રોપ આઉટ બાળકોને શાળામાં દાખલ કરવામાં આવે છે. બાળકોને વ્યવહારુ જ્ઞાન મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે વિવિધ કૌશલ્યવર્ધક સ્પર્ધાઓનું આયોજન કરવું અને મોટી સંખ્યામાં બાળકો આ પ્રવૃતિઓનો લાભ લે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.સાથે સાથે બાળકો માટે વર્ષમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે. સંસ્થા સંચાલિત ‘ગ્રુપ ફોસ્ટર કેર’બાળકો માટેની આ સરકારશ્રીની ઉમદા યોજના છે. જેમાં બાળકોના પુનર્વસન પુન:સ્થાપન સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કિમ (સંકલિત બાળ સુરક્ષા યોજના) અંતર્ગત ફોસ્ટર કેર યોજના અમલમાં છે. આ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા ઉપર બાળ કલ્યાણ સમિતિ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગર દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. બાળકો માટેની આ કલ્યાણકારી યોજનાના સુચારુ સંચાલનમાં બાળ-કલ્યાણ સમિતિ અધ્યક્ષ શ્રી પ્રવીણગીરી ગૌસ્વામી સાહેબ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એન બી. ચૌહાણ સાહેબ નું સતત માર્ગદર્શન મળતું રહે છે. જે તે જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ દ્વારા કાળજી અને રક્ષણની ખાસ જરૂરિયાત છે તેવા બાળકોને ગૃપ ફોસ્ટર કેરમાં ટ્રાન્સફર કરે છે, જે લાંબા ગાળા માટે કેર અને શિક્ષણની જરૂરિયાત છે તેવા બાળકોને ગૃપ ફોસ્ટર કેરમાં આશ્રય આપવામાં આવે છે. CWC નિર્દેશિત સંસ્થા રેઇન્બો ફાઉન્ડેશનને કુલ આઠ (૮) બાળકો સોંપવામાં આવેલ છે જે પાછળનો હેતુ તેઓનો ઉછેર અને શિક્ષણ છે. ફોસ્ટર કેરમાં કૌટુંબિક સંભાળથી વંચિત છે અથવા જેઓ તેમ થવાનું જોખમ ધરાવે છે, તેઓની કાળજી અને સંરક્ષણની જરૂરીયાત ધરાવતા આવા બાળકોને અસંબંધિત પરિવારની ફોસ્ટર કેર અથવા જૂથ ફોસ્ટર કેર યોજનામાં આવરી લેવામાં આવે છે. બાળકોને આ સંસ્થામાં કુટુંબીક હૂંફ / લાગણી તેમજ પોતાના ઘર જેઉજ વાતાવરણ માલિરહે અને તેમાં તેનો ઉશેર થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે. બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડીને બાળકના બિન-સંસ્થાકરણમાં મદદરૂપ થવાનું છે. જેથી બાળક સુયોજિત બને તથા તેનો સર્વાંગી વિકાસ શક્ય બને. નિર્દેશિત સંસ્થા દ્વારા આ બાળકોનો ઉછેર યોગ્ય રીતે થાય છે કે નહી તે અંગે બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા દર માસે સંસ્થાનું મોનીટરીંગ થાય છે. બાળક સાથે બેઠક કરી તેમને સંભાળ અને શિક્ષણ-ઉછેર બાબત વિગતે વાત કરવામાં આવે છે. રેઇન્બો ફાઉન્ડેશન દ્વારા આ યોજનાના અમલીકરણ પાછળના ઉદ્દેશ્ય :-સંસ્થા દ્વારા બાળકોને સાથે રાખીને વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે તેમાં વધારો કરવો જરૂરીયાતમંદ બાળકોનો યોગ્ય ઉછેર તથા તેમના હિતોનું રક્ષણ કરવું સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળે ગમ્મત સાથે જ્ઞાન મળી રહે એવું આયોજન કરવું કૌશલ્યવર્ધક સ્પર્ધાઓ દ્વારા સુષુપ્ત શક્તિઓ બહાર લાવવી પોષ્ટિક – આરોગ્યપ્રદ આહાર આપવો સંસ્કાર સિંચન કરવું રેઇન્બો ફાઉન્ડેશન દ્વારા “ગૃપ ફોસ્ટર કેર” યોજનામાં કરાતી કામગીરી
બાળકો સવારે સાડા પાંચ વાગ્યે જાગે છે તથા તેમને યોગ અને અંગકસરત કરાવવામાં આવે છે.આ બાળકોને સવારે નાસ્તો, બપોરે ભોજન, બપોર પછી નાસ્તો તેમજ રાત્રે જમવાનું આપવામાં આવે છે. તમામ બાળકોના સ્કુલમાં એડમિશન કરાવી આપેલ છે તથા નિયમિત સ્કુલે મોકલવામાં આવે છે.
સંસ્થા દ્વારા “કિલ્લોલ” નામની અવૈધિક શિક્ષણ આપતી બાળશાળા શરુ કરવામાં આવેલ છે. જ્યાં આ બાળકોને પણ સ્કુલ સિવાયના સમયમાં શિક્ષણ આપવામાં આવે છે.બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ માટે વિવિધ કૌશલ્યવર્ધક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં રમતગમત, ચિત્ર-સ્પર્ધા, ઇનડોર-ગેમ, નિબંધ-લેખન અને સંગીત મુખ્ય છે. આ આઠેય બાળકોને સંસ્થાના સુવિધાયુક્ત મકાનમાં રાખવામાં આવે છે, તેમજ રહેવા જમવાની તમામ જવાબદારી સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવે છે. આ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને એ કોઈ ગંભીર બીમારીનો ભોગ ન બને એ તકેદારી રાખવી આવશ્યક છે. એ માટે સંસ્થા દ્વારા નિષ્ણાંત તબીબની મદદથી એમની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. દર માસે આ કેમ્પ યોજવામાં આવે છે