ગુજરાતની સંસ્કૃતિ ખાસ અલગ પડી આવે છે. ત્યારે વાત કરીએ તો દાહોદ જિલ્લાના આજુ બાજુના ગામડાંઓની સંસ્કૃતિ ખાસ અલગ જોવા મળે છે. બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે આદિવાસીઓ પોતાના બળદ અને ગાયને અલગ અલગ પ્રકારના કલર કરી, ગામની બજારમાં ફેરવતા હોય છે. ત્યારે જે લોકોએ બાધા રાખી હોય, તેઓ બળદ ની નીચે સૂઈ જાય છે. અને ફટાકડા ફોડીને ગાય અને બળદને તેમના ઉપરથી દોડાવતા હોય છે. તેને ગાય ગોરી પર્વ કહે છે. આ એક અનોખી સંસ્કૃતિ જોવા મળે છે. વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે.
ધરતીપુત્ર દ્વારા ગાયોને નિત નવા શણગાર કરીને આવતા હોય છે. એક સાથે ગાયોના ટોળા ને શણગારી ગાય ગોહરી માટે તૈયાર કરવામાં આવ્યા હતા. અનેક લોકોએ ગાયના ટોળા નીચે સૂઈ ગોહરી પડ્યા હતા. એવી માન્યતા છે કે, આખું વર્ષ ગાયોઓ પર જુલમ કર્યા હોય તેના પ્રાપ્ત રૂપે ગાયના પગની નીચે પડી ગોહરી પડી માફી માગતા હોય છે. આ શ્રદ્ધાથી ગોહરી પડવાથી કોઈપણ જાતની ઈજા થતી નથી. – ઢાપા હર્ષદ