પાટણ ખાતે ધી ગર્વમેન્ટ ઓફિસર્સ રીફ્રિએશન અને ચેરીટેબલ કલબ પાટણના અધિકારીશ્રીઓનો નુતન વર્ષના આરંભે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત પાટણ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે પારેખે કલબના તમામ અધિકારીગણને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા સર્વેને આ વર્ષ મંગળકારી, સુખમય અને આરોગ્યપ્રત તેમજ પ્રગતિશીલ રહે અને સર્વજન સુખાકારી ભાવનાથી સમગ્ર વર્ષમાં વિકાસની ગતિને તેજ કરીએ તે માટે શુભકામનાઓ પાઠવી હતી. અને કલબના સભ્યો દ્રારા લબની વધુમાં વધુ પ્રગતી થાય તે માટેના સુચનો રજુ કર્યા હતા. જિલ્લા તેમજ તાલુકાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને કલબમાં સમાવેશ કરવા જણાાવ્યું હતું.આ તબકકે કલબના સભ્યશ્રીઓ દ્રારા વર્ષ દરમ્યાન કરવાની થતી વિવિધ રમત-ગમતો તેમજ યોગાને લગતી અને સમાજસેવાને લગતી પ્રવૃતિઓ માટે સુચનો મેળવવામાં આવ્યા હતા. અને આગામી સમયમાં ક્રિકેટમેચ, વોલીબોલ, ટેનીસ, ચેસ, કેરમ જેવી રમતોને પ્રાધાન્ય આપવા જણાાવેલ જરૂરીયાત મંદોને મદદરૂપ થવા અંગેની પ્રવૃતિઓ માટે સુચનો આવકાર્યા હતા.આ પ્રસંગે નવા નિયુકત થયેલ તેમજ પ્રમોશન મેળવેલ અધિકારીઓનું બુકે અને શાલથી કલબ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી બી.જી પ્રજાપતિ,ડીઆરડી નિયામકશ્રી મુકેશ પરમાર,પ્રાંત અધિકારીશ્રીસ્વપ્નીલ ખેરતેમજઅધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંકલન ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષ પટેલે કર્યું હતું.