શેત્રુંજય ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘‘ગાંધી સંકલ્પ પદયાત્રા – પ્રાર્થના સભા’’ યોજાઇ હતી. શ્રી વાઘાણીએ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી સંકલ્પ યાત્રાના પ્રસ્થાન સમયે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના જીવન મૂલ્યો – આદર્શોને પ્રજા વચ્ચે જીવંત રાખવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘‘મન મે બાપુ’’ કાર્યક્રમ થકી દેશભરના સાંસદશ્રીઓ ગાંધીજીના વિચાર જન-જન સુધી પહોંચાડી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી મહાત્મા ગાંધીજી, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્રી છત્રપતિ શિવાજી સહિતના વીરપુરુષોને સન્માન આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા,પર્યાવરણ બચાવો, અષ્પૃશ્યતા હટાવો, બેટી બચાવો-બેટી પઢાવો જેવા મહાત્મા ગાંધીના મૂલ્યોને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાચા અર્થમા અમલમાં મૂકી રહ્યા છે. આજે એક મહિલા સાંસદ તરીકે શ્રીમતી ભારતીબેન શિયાળ ગાંધીના મૂલ્યોને જનજન સુધી પહોંચાડવા માટે ૧૫૦ કિલોમીટરની પદયાત્રા કરવાના છે તે ગૌરવ લેવા જેવી બાબત છે.
આ પ્રસંગે ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્યશ્રીઓ, જીલ્લા મહામંત્રીશ્રીઓ, અન્ય સિનિયર આગેવાનો તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.