બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી

481
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતો થતાં  અટકાવવા ટ્રાફિક ના નિયમોમાં  ફેરફાર કરવામાં આવેલ છે. જેના  અસરકારક અમલીકરણ માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તા.03 અને 04 નવેમ્બર  એમ  દિન 2 ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. બે દિવસની ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ છે. ડ્રાઈવના ભાગરૂપે આ બે દિવસમાં બોટાદ જિલ્લાના મહત્વના અને અકસ્માત સંભવિત વિસ્તારો ના પોઇન્ટ પર વાહનચેકીંગનું આયોજન કરી *એમ વી એક્ટ 207 મુજબ 86 વાહન ડિટેઇન કરવામાં આવેલ છે, હેલ્મેટ પહેર્યા વિના ડ્રાઇવિંગ કરતા ૩૪૫ બાઇક ચાલકોને તથા  27 ફોરવ્હીલર ચાલકોને બ્લેક ફિલ્મ, નિયમ વિરુદ્ધની  ફેન્સી નંબર પ્લેટ વાળા 24 વાહનો, સીટ બેલ્ટ બાંધ્યા વિના  ડ્રાઈવ કરતા 17 વાહન ચાલકો, ત્રણ સવારી 12 વાહનચાલકો તથા ભયજનક  રીતે અડચણરૂપ  વાહન પાર્ક કરવા બદલ એક વાહન ચાલકને એન સી આપવામાં આવેલ છે. બે દિવસ દરમિયાન  કૂલ 2,60,000/- રૂપિયાનો સ્થળ દંડ વસુલ કરવામાં આવેલ છે.* આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ નિયમિત રીતે ચાલું રહેશે.
            બોટાદ જિલ્લા પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટ પહેરી બાઈક ચલાવવા, સીટ બેલ્ટ બાંધી વાહન ચલાવવા, બાઈકમાં બેથી વધારે સવારી નહીં કરવા, કારમાં બ્લેક ફિલ્મ નહિ રાખવા, ચાલું વાહને મોબાઈલ પર વાત નહીં કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરવામાં આવે છે.
Previous articleજીતુભાઇ વાઘણી દવારા મહાત્મા ગાંધીજી ની 150મી જન્મજયંતિ નિમિતે “ગાંધી સંકલ્પ પદયાત્રા” નું પ્રસ્થાન કરાવ્યું
Next articleભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને NCSTC દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન