ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને NCSTC દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન

488

વિદ્યાર્થીકાળથી જ વિજ્ઞાનનો સદુપયોગ કરીને આજનો વિદ્યાર્થી સંશોધન કાર્યને ઉચ્ચ સ્તરે સ્થાપિત કરી વિજ્ઞાનનું મહત્વ લોકો સમક્ષ રજુ કરી શકે તેવા આશયથી છેલ્લા ૨૬ વર્ષથી ચોક્કસ વિષયને કેન્દ્રસ્થાને રાખીને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને NCSTC દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વિવિધ સ્તરે કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માટે મુખ્ય વિષય ‘સ્વચ્છ હરિયાળું અને સ્વસ્થ રાષ્ટ્ર માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ’ છે. આ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું રાજ્ય કક્ષાનું સંકલન ગુજરાત રાજ્યમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. જેના થકી   સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી ગુજરાત સરકાર દ્વારા વધુમાં વધુ શાળાઓના વિદ્યાર્થીઓને જોડવા જણાવ્યું છે.

જેના ભાગરૂપે ભાવનગર જીલ્લામાં GUJCOST દ્વારા સંચાલિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગર દ્વારા ૨૭ મી જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૧૯નું નવેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયામાં

૧. ઇકો સીસ્ટમ અને ઇકો સીસ્ટમ સેવા૨. આરોગ્યસ્વાસ્થ્ય શાસ્ત્ર અને સ્વચ્છતા૩. કચરામાંથી કંચન : વેસ્ટ ટુ વેલ્થ ૪. સમાજસંસ્કૃતિ અને આજીવિકા૫. પરંપરાગત જ્ઞાન પ્રણાલી જેવા પેટા વિષયો આધારિત સંશોધન કાર્ય થનાર છે. જેમાં ભાવનગર શહેર તથા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના(૧૦ થી ૧૭ વર્ષના) વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શક શિક્ષકો ભાગ લેશે. જે શાળાને નોંધણી પ્રક્રિયા બાકી હોય એમણે વહેલી તકે krcscbhavnagar.org પર Upcoming Event માં ઓનલાઈન નોંધણી પૂર્ણ કરી માહિતી લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સુધી મોકલી આપવા અનુરોધ.

 આ લઘુ સંશોધનસ્પર્ધામાં વધુમાં વધુ ભાગ લેવા માટે જીલ્લા શિક્ષણાધિકારી, શાસનાધિકારી અને લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન શ્રી ડો. ભાવેશ ભરાડ દ્વારા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર ફોન : 8866570111 પર સંપર્ક કરી શકાશે.

Previous articleબોટાદ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી
Next articleભવસાગરની રમત