ભાવનગરમાં ‘મહા’ વાવાઝોડાની સંભવીત અસરોને ધ્યાને રાખી તંત્ર દ્વારા સાવચેતીનાં તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. જીલ્લામાં ખાસ કરીને દરીયા કાંઠે તેમજ તળાજા,ઘોઘા,મહુવાના દરિયા કિનારે વાવાઝોડું પસાર થવાની સંભાવનાને કારણે જિલ્લા તંત્રને સજજ રહેવા માટે કલેકટર ગૌરાંગ મકવાણા એ સુચના આપી છે.દરમ્યાન ભાવનગરમાં એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે. એનડીઆરએફનાં ૨૩ જવાનોને શહેરની માજીરાજવાડીમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે