ત્રિસ્તરીય -વિકાસ મોડેલ સમા પંચાયતી રાજમાં સત્તાઓ છીનવવાનું કામ ભાજપે કર્યુ છે
ત્રીસ્તરીય પંચાયતી રાજય વ્યવસ્થા લાવ્યા દરેકને સત્તાઓ આપવામાં આવી હતી જેથી વિકાસ થાય આ સત્તાઓ છીનવવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ગ્રામ પંચાયતનો એજન્ડા ગાંધીનગરથી નકકી થાય છે. નરેન્દ્રભાઈ કહેતા સરપંચ તો ગામનો મુખ્યમંત્રી છે તે મુખ્યમંત્રીની ભાજપે શું દશા કરી છે ? કામનો બોજ તલાટીઓને ૧પ-૧પ ગામો આપો છો. કોમ્પ્યુટર સાથે વીસીઈ ઓપરેટરોને બેસાડી દીધા પરંતુ તેમને પગાર તો આપો તેમની જીંદગી બગાડી દીધી છે.
ગામડાઓમાં કચરાના ઢગલા અને ઉકરડાઓ છે સ્વચ્છતા નામે શૌચાલયો સૌથી મોટું કૌભાંડ છે કોંગ્રેસ વખતે ગામડાઓમાં શિક્ષણ મફત હતું આજે પ્રાઈવેટાઈજેશનની હરીફાઈ તમારા રાજયમાં ચાલી છે. રર વર્ષમાં ગુજરાતની શી હાલત કરી છે તેનો જવાબ આપવો પડશે એવું કાપ દરખાસ્ત વખતે બોલતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.
ગીરની ગાય-પશુ અને માનવોને વન્ય પ્રાણી ફાડી ખાય તેનું વળતર વધારવું જોઈએ
વિધાનસભા ગૃહમાં બોલતા કોંગ્રેસના હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે માનવને વન્ય પ્રાણી ફાડી ખાય તો મૃત્યુબાદનું વળતર ૩.પ૧ લાખ જયારે પશુ, ગાય, ભેંસ કે ગીરની ગાયના મૃત્યુનું વળતર માત્ર રૂપિયા આઠ હજાર આપવામાં આવે છે.
સામાન્ય ભેંસ પણ એક લાખ રૂપિયાની હોય છે. ગીરની ગાય એ પ્રસિધ્ધ છે, અમુલ્ય છે રથી ૪ લાખની કિંમત થાય છે. ઘરનો મોભી જેના પર ઘર નભે તે વાડીએ કામે જાય અને વન્ય પ્રાણીનો શિકાર બને તેવા કિસ્સામાં વળતર રપ લાખ આપીએ તો પણ ઓછું પડે માટે વળતર વધારવું જોઈએ.
ગાંધીનગરમાં ૧૭ રેડમાં ૯ બાળ મજૂર મળી આવ્યા : દહેગામમાં રેડ જ ન કરી
બાળ મજુરી કરતાં બાળકોને છોડાવવા માટે સરકારના તંત્ર દ્વારા જિલ્લામાં કરેલી કામગીરીમાં ૧પપ સંસ્થાઓમાં તપાસ કરાઈ અને ૧૭ રેડ પાડવામાં આવી પરંતુ માત્ર ૯ બાળકો મળી આવ્યા હતા. જે પૈકી માત્ર ૧ બાળક ૧૪ વર્ષથી ઓછી ઉંમરનું હતું. જે માટે કેસ કરવામાં આવ્યો હતો આખા વર્ષ દરમિયાન માત્ર ૯ બાળકો મળી આવ્યા હતા આ કાર્યવાહી ચર્ચાનું કેન્દ્ર બની હતી ઠેર ઠેર બાળકો કામ કરતાં જોઈ શકાતા હોવા છતાં આ તંત્ર દ્વારા ખાસ કામગીરી નહીં કરાતી હોવાની ફરિયાદ પણ નાગરિકોમાં જોવા મળી રહી છે. આ રેડમાં ૧ર રેડ ગાંધીનગરમાં કરી ૩ બાળક, ૩ રેડ કલોલમાં કરી ૪ બાળક અને માણસામાં ર રેડ કરી ર બાળકને છોડાવવામાં આવ્યા હતા પરંતુ આખા વર્ષ દરમિયાન દહેગામ તાલુકામાં એકપણ રેઠ નહીં કરી હોવાનું સરકાર તરફથી કબુલ કરવામાં આવ્યું હતું.
ભાવનગરના ૩ તાલુકાના ખેડૂતોને નુકશાન પેટે રર લાખથી વધુની સહાય
ભાવનગર જિલ્લામાં બે વર્ષમાં અતિવૃષ્ટી તથા કુદરતી હોનારતને કારણે ખેડૂતોને જાનમાલના નુકશાન સામે કેટલી રકમ સહાય ચુકવાઈ તેવો પ્રશ્ન તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પૂછયો હતો અને કેટલી સહાય પશુ મૃત્યુ અને કેટલી સહાય ખેતીના પાક માટે ચુકવાઈ હતી તેવું પૂછતાં ઉત્તરમાં મહેસુલ મંત્રીએ જણાવ્યા મુજબ ર૦૧૬ માં પશુ મૃત્યુ માટે ૪.૩૦ લાખ તથા ખેતીના પાક માટે રૂ. ૧૬.૭પ લાખ મળીને કુલ રર.ર૮ લાખની સહાય ચુકવવામાં આવી. જેમાં જેસર તાલુકામાં ૧૯પ ખેડુતોને ૧પ લાખ ૮૮ હજાર ૭પ૧, ગારીયાધાર તાલુકામાં ૧૩ ખેડૂતોને ૭૭ હજાર ૩પપ જયારે ઉમરાળાના પ ખેડૂતોને રૂ. ૯ હજાર ૦૪૪ રૂપિયા સહાય ચૂકવવામાં આવી. કુલ ર૧૩ ખેડૂતોને ૧૬ લાખ ૭પ હજાર ૧પ૧ ની સહાય ખેડૂતોને ચૂકવી હતી ઓછામાં ઓછી રૂ. ૮૮૪ અને વધુમાં રૂ. ૧૩,૬૦૦ સહાય ચૂકવવામાં આવી હતી.