મહારાષ્ટ્રમાં ટૂંકમાં જ નવી સરકાર : ફડનવીસનો દાવો

439

નવીદિલ્હી, તા. ૪
મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને છેલ્લા ઘણા દિવસથી વાતચીત ચાલી રહી હોવા છતાં મડાગાંઠ અકબંધ રહી છે. ભાજપ અને શિવસેના ગઠબંધનને બહુમતિ મળી હોવા છતાં બંને પક્ષો મુખ્યમંત્રી પદને લઇને જિદ્દી વલણ અપનાવી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે સરકાર રચવાની કવાયત અટવાઈ પડી છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને છેલ્લા ૧૦ દિવસથી જારી હલચલ હવે દિલ્હી પહોંચી ચુકી છે. એકબાજુ દેવેન્દ્ર ફડનવીસે દિલ્હી પહોંચીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી જ્યારે
બીજી બાજુ એનસીપીના નેતા શરદ પવાર પણ દિલ્હી પહોંચીને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે, વાતચીતના દોર દરમિયાન મહારાષ્ટ્રમાં રાજકીય Âસ્થતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બીજી બાજુ મિટિંગથી બહાર નિકળ્યા બાદ મુખ્યમંત્રી ફડનવીસે સરકારની રચનાને લઇને ચર્ચા થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, અમિત શાહ સાથે માત્ર ખેડૂતોના મુદ્દા ઉપર વાતચીત થઇ છે. મિડિયા સાથે વાતચીત કરતા ફડનવીસે કહ્યું હતું કે, પ્રદેશમાં ટૂંક સમયમાં જ નવી સરકાર બની જશે. કોણ શું બોલી રહ્યા છે

તે અંગે તેવો વાત કરવા ઇચ્છુક નથી. નવી સરકારની રચનાને લઇને કોણ શું કહે છે તે અંગે તેઓ ટિપ્પણી કરશે નહીં પરંતુ મહારાષ્ટ્રમાં ટૂંકમાં જ નવી સરકાર રચાઈ જશે. સોમવારના દિવસે જ એનસીપીના વડા શરદ પવારે પણ દિલ્હી આવીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં મહારાષ્ટ્રનો મુદ્દો છવાયો હતો. એનસીપી અને કોંગ્રેસની વચ્ચે શિવસેનાની સાથે જવાને લઇને મુદ્દા પર ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ૧૦ દિવસથી મડાગાંઠની Âસ્થતિ અકબંધ રહી છે. ભાજપને સત્તાથી દૂર મહારાષ્ટ્રમાં રાખવા માટે વિકલ્પો પર ચર્ચા થઇ રહી છે. મુખ્યમંત્રી પદના મુદ્દે શિવસેના અને ભાજપ બંને મક્કમ દેખાઈ રહ્યા છે. જા કે, હજુ સુધી પ્રદેશમાં સરકાર બનાવવાને લઇને કોઇ જટિલ સમસ્યા હોવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે, હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોઇ પાર્ટીને બહુમતિ મળી શકી નથી પરંતુ શિવસેના અને ભાજપને બહુમતિ ગઠબંધન તરીકે મળી છે. શિવસેનાના નેતાઓ આડેધડ નિવેદનબાજી કરી રહ્યા છે. બીજી બાજુ સંજય રાવતે ફરી એકવાર ભાજપ વગર અન્ય વિકલ્પો સાથે સરકાર બનાવવાના સંકેત આપ્યા છે. તેઓએ ૧૭૦થી ૧૭૫ ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત કરી છે અને કહ્યું છે કે, શિવસેના ભાજપ સામે માત્ર મુખ્યમંત્રી પદના મુદ્દા પર વાતચીત કરશે. સંજય રાવતનું કહેવું છે કે, હાલ મડાગાંઠ અકબંધ છે. જા વાતચીત થશે તો મુખ્યમંત્રી પદના મુદ્દા પર જ થશે. મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને જારદાર મડાગાંઠની Âસ્થતિ વચ્ચે ગઇકાલે શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું હતું કે, તેમની પાર્ટી મુખ્યમંત્રીના હોદ્દાના મુદ્દા ઉપર જ ભારતીય જનતા પાર્ટી સાથે વાતચીત કરશે. સંજય રાવત વારંવાર કઠોર અને નબળા નિવેદન કરી રહ્યા છે. બીજી બાજુ મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ યથાવતરીતે જારી રહી છે. સરકાર રચવાને લઇને વાતચીતનો સિલસિલો તમામ રાજકીય પક્ષોમાં ચાલી રહ્યો છે. જા કે, સરકારની રચના આડે મુખ્યમંત્રીના હોદ્દાને લઇને અડચણો આવી રહી છે. ૨૧મી ઓક્ટોબરના દિવસે રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે લડનાર ભાજપ અને શિવસેના વચ્ચે હવે ચીફ મિનિસ્ટરના પોસ્ટની વહેંચણીને લઇને જારદાર ખેંચતાણ ચાલી રહી છે. આજ કારણસર સરકારની રચનાને લઇને વાતચીત વિધિવતરીતે આગળ વધી નથી. મડાગાંઠ જારી રહી છે. રાવતે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મડાગાંઠ અકબંધ રહી છે. સરકારની રચના અંગે વાતચીત હજુ શરૂ થઇ નથી.

Previous articleદિલ્હીમાં ખતરનાક પ્રદૂષણ મુદ્દે સુપ્રીમની તમામને તીવ્ર ફટકાર
Next article૮મી નવેમ્બરથી ભવનાથ તળેટીમાં ગિરનાર પરિક્રમાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ