બોટાદ જીલ્લાના રાણપુર આઈ.ટી.આઈ.ના કર્મચારીઓએ વર્ગ ૩ ના કર્મચારીના પડતર પ્રશ્નો નો ઉકેલ નહી આવતા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ ચાલતી સરકારી આઈ.ટી.આઈ માં ફરજ બજાવતા વર્ગ ૩ નાં ટેકનિકલ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અનેક વખત કરાયેલ રજૂઆતો બાદ પણ તેનું નિરાકરણ ન આવતા આ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.રાજ્યમાં અત્યારે ૨૮૭ સરકારી આઇ.ટી.આઈ. છે જેમાં ૬૦૦૦ થી વધુ ટેકિનકલ કર્મચારીઓ ફરજ બજાવે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંડળ દ્વારા આ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે તંત્રને રજુઆત કરવામાં આવી હોવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા વર્ગ ૩ ના ટેકનિકલ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે રાણપુર આઈ.ટી.આઈમાં ફરજ બજાવતા વર્ગ ૩ ના ટેકનિકલ કર્મચારીઓએ પોતાની નોકરીની ફરજ દરમ્યાન કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.અને ચિમકી પણ ઉચ્ચારી હતી કે જો આગામી દિવસો માં પડતર પ્રશ્નો ના ઉકેલ નહીં આવે તો ડિસેમ્બર મહીના માં માસ સીએલ પર ઉતરવાની ચિમકી આપવામાં આવી હતી. રાજ્ય ટેક્નિકલ કર્મચારી વર્ગ-૩ મંડળનાં આદેશ મુજબ આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.જે મુજબ તારીખ.૧/૧૧/૨૦૧૯ થી ૧૧/૧૧/૨૦૧૯ સુધી આ કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે અને જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તારીખ.૧૩/૧૧/૨૦૧૯ થી ૩૦/૧૧/૨૦૧૯ થી તમામ કર્મચારી વર્ક ટુ રૂલ્સ મુજબ જ કામગીરી કરીને આંદોલન કરશે.અને તેમ છતાં પણ ઉકેલ ન આવે તો તારીખ.૩/૧૨/૨૦૧૯ ના રોજ તમામ કર્મચારી માસ.સીએલ રજા પર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી છે..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર