વાવાઝોડુ ત્રાટકે ત્યારેપછી શું કરવુ ? શું ન કરવુ જોઈએ ?

575

ઘરના તમામ બારી બારણા બંધ કરી દેવા, વાવાઝોડાના સમયે બહાર નીકળવાનું સાહસ કરવુ નહી, વાવાઝોડા સમયે રેલ મુસાફરી કે દરીયાઈ મુસાફરી હિતાવહ નથી, બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનુ ટાળો, બને ત્યા સુધી મેદાનમા કે તેની આસપાસ રહો, માછીમારોને દરીયામા ન જવા અને પોતાની હોડી સલામત સ્થળોએ બાંધી રાખવી જોઈએ, અગરીયાઓએ અગરો છોડી સલામત જગ્યાએ આશ્રય લેવો, ઝાડ હેઠળ કે જુના જર્જરીત મકાનોમા આશ્રય લેવાનુ ટાળો, વીજળીના તાર કે વિજ ઉપકરણોને અડશો નહી, વિજળીના થાંભલાથી દુર રહો, વિજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દુર રહેવુ.

વાવાઝોડા પછી શુ કરવુ ? શુ ન કરવુ ?

કાટમાળમાથી ચાલતી વખતે તુટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી સાવધાન રહો, સ્થાનિક અધિકારીઓની સુચના પ્રમાણે વર્તો, બહાર નિકળતા પહેલા વાવાઝોડુ પસાર થઈ ચુક્યુ છે તેની ખાતરી કરીને જ બહાર નિકળવુ, રેડીયો કે ટી.વી. ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશો આવે ત્યાં સુધી રાહ જુઓ, તત્કાલ રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ, પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો, માછીમારોએ દરીયામા જતા પહેલા અન્ય ૨૪ કલાક સુધી રાહ જોવી હિતાવહ છે, લોકોની મદદ માટે આપનાથી બનતી સેવા કરો જેવી કે

ઘર છોડીને ગયેલા લોકોને પાછા લાવવા મદદ કરો અને તેમના જાનમાલના નુકસાનની માહિતી ભેગી કરો, ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પુરી પાડો, કાટમાળમા ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરો, રક્તદાન કરવા તૈયાર રહો, કાટમાળના નિકાલની વ્યવસ્થા કરો જેથી સ્થિતિ ઝડપથી સામાન્ય બની શકે, ભયજનક અતિ નુકસાન પામેલ મકાનને તાત્કાલીક ઉતારી લેવા.

Previous articleરાણપુર આઈ.ટી.આઈ.ના કર્મચારીઓ એ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો
Next article“મહા” વાવાઝોડાની આગાહી અન્વયે રાહત / બચાવ કામગીરીના આગોતરા પગલાં ભરવા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ