મુંબઇ,તા. ૫
બોલિવુડમાં રિતિક રોશનની બોલબાલા જારદાર રીતે દેખાઇ રહી છે. હાલમાં રજૂ કરવામાં આવેલી વોર નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગયા બાદ અને વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે સાબિત થઇ ગયા બાદ હવે રિતિક રોશન પાસે અનેક ફિલ્મ હાથમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ બોલિવુડમાં પિરિયડ ડ્રામા ફિલ્મ બનાવવામાં નિષણાંત ગણાતા સંજય લીલા ભણશાલી નવી ફિલ્મ બનાવવામાં જઇ રહ્યા છે. જેમાં રિતિક રોશન કામ કરનાર છે. સંજય લીલા હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ બેજુ બાવરાને લઇને ફિલ્મ પર કામ કરી રહ્યા છે. પહેલા ચર્ચા હતી કે ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં નજરે પડનાર છે. બીજી બાજુ અજય દેવગન, તાનસેનની ભૂમિકા અદા કરી શકે છે. તાજા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો હવે રિતિક રોશન આ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. એક્શન સ્ટાર રિતિક રોશન સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. રિતિક રોશનને ફિલ્મની પટકથા સંભળાવી દેવામાં આવી છે. રિતિક રોશનને ફિલ્મની પટકથા ખુબ પસંદ પણ પડી છે. એવી બાબત પણ સપાટી પર આવી રહી છે કે બેજુ બાવરાની પ્રેમિકાની ભૂમિકામાં પ્રિયંકા ચોપડાને લેવામાં આવી શકે છે. જા કે હજુ સુધી રિતિક રોશન અને પ્રિયંકા ચોપડા તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એવા હેવાલ મળી રહ્યા છે કે એક્શન ફિલ્મ કર્યા બાદ રિતિક રોશન ફિલ્મમાં બેજુ બાવરાના રોલને કરનાર છે. જા ભણશાલી સાથે રિતિક રોશન કામ કરશે તો બંનેની જાડી નવ વર્ષ બાદ ફરી એક સાથે નજરે પડનાર છે. જા કે હજુ સુધી કોઇ બાબત નક્કી કરવામાં આવી નથી. એવુ પણ જાણવા મળ્યુ છે કે બેજુ બાવરા ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષથી શરૂ કરવામાં આવનાર છે. સંજય લીલા હાલમાં તેમની ફિલ્મ ગંગુબાઇની તૈયારીમાં લાગેલા છે.
જ્યારે રિતિક રોશન તેમની હોમ પ્રોડકશનની ફિલ્મ કૃશ-૪માં કામ કરી રહ્યો છે. જે પિતા રાકેશન રોશનની ફિલ્મ છે. સંજય લીલાની ફિલ્મમાં કામ કરવા માટે રિતિક રોશનને ખાસ ટ્રેનિંગની જરૂર રહેશે. ફિલ્મના પાત્રને આખરી ઓપ આપવા અને ન્યાય આપવા માટે રિતિક રોશનને શા†ીય સંગીતની માહિતી મેળવી લેવી પડશે. રિતિક રોશનથી પહેલા રણવીર સિંહને આ ઓફર કરવામાં આવી હતી. જે હાલમાં તખ્ત ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. ડેટ ન હોવાના કારણે તે ફિલ્મમાંથી ખસી ગયો છે. બેજુ બાવરા એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ તરીકે રહેશે. જે શા†ીય સંગીતકાર બેજુ બાવરાની વાર્તા પર આધારિત ફિલ્મ રહેશે. ઇતિહાસકારોના કહેવા મુજબ બેજુ બાવરા અકબરના દરબારમનાં લેન્ડેન્ડ્રી સંગીતકાર તાનસેનને ગીતના મુકાબલામાં હાર આપે છે. એકબરના મોત બાદ બેજુ બાવરાની મુલાકાત સ્વામી હરિદાસ સાથે થઇ હતી. તેઓએ ગુરૂકુળમાં સંગીત શિક્ષણ મેળવ્યુ હતુ. ત્યાર બાદ તેઓ ગ્વાલિયરના રાજા માનસિંહ તોમરના દરબારમાં ગીત ગાવવા લાગી ગયા હતા. ફિલ્મને લઇને પહેલાથી ઉત્સુકતા વધી ગઇ છે.