હિન્દલવલી હઝરત ખ્વાજા મોઈનુદ્દીન અજમેરી ચિશ્તી ખ્વાજા ગરીબે નવાઝનો ઉર્ષ શરીફ ચાલી રહ્યો છે આજોરજ મંગળવારે સાંજે અસરની નમાઝબાદ શહેરના આંબાચોક જુમ્મા મસ્જીદ પાસેથી નવાપરા વિસ્તારનાં બે મુસ્લીમ ભાઈઓ અલારખભાઈ બાબુભાઈ ઉસડીયા, તથા રજાકભાઈ સુલેમાનભાઈ કાબરીયા ભાવનગરથી અજમેર સાયકલ ઉપર જવા રવાના થયા હતા આ વેળાએ જુમ્મા મસ્જીદના પેશઈમામ શબ્બીરબાપુએ ખાસ દુવાઓ કરી હતી જ્યારે પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમ, રજાકમીયા કાદરી, રફીકભાઈ સોડાવાળા, ગફારભાઈ કાઝી, રઉફભાઈ કલાસીસ, ઈસુબભાઈ અત્તરવાળા, સતારભાઈ ચુગડા, બાબુલભાઈ સાકરવાલા સોહિલભાઈ સીદી સહિતના મુસ્લીમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.