વરતેજના કરદેજ ગામે ગતરાત્રીના વાડી વિસ્તારમાં વીજળી પડતા ચાર લાખ જેવી રકમની ચીજવસ્તુ બળીને ખાખ થવા પામી હતી ગતરાત્રીના ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યોના અહેવાલો છે ગતરાત્રીના સમયે વરતેજના કરદેજ ગામે વાડી વિસ્તારમાં કાળ રુપી વીજળી ત્રાટકી હતી ગઈમોડી રાત્રે ભાવનગર શહેર અને જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો આ વરસાદી માહોલ અને ભારે ગાજવીજ વચ્ચે એક ઘટનાએ એક ખેડૂત પરિવારને રડતો અને રઝળતો કરી મુક્યો હતો કરદેજ ગામે રહેતા નિલેશભાઈ બાલાભાઈ જેઓની વાડી વિસ્તારમાં વાડી આવેલી છે ત્યાં વીજળી ત્રાટકી હતી અને વાડીમાં રહેલ મસમોટો કડબનો જથ્થો તથા વાડીમાં રહેલ જાળીયુ બળીને ખાખ થવા પામ્યું હતું અને બે ગાયોને પણ ઇજા થવા પામી હતી અને અંદાજે ૧ લાખ જેવી રકમનું નુકશાન થવા પામ્યું હતું જ્યારે આ ઘટનાની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા જે તે તંત્ર વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.